અમદાવાદ,સોમવાર
અમદાવાદના માધુપુરામાં ઝડપાયેલા પાંચ હજાર કરોડના સટ્ટા બેટિંગ કૌભાંડમાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ નિલેશ રામી નામના આરોપીની ધરપકડ બાદ જપ્ત કરાયેલા હિસાબોની ડાયરી ઉપરાંત, અન્ય આરોપીઓની વિગતો મેળવી હતી. જેના આધારે ત્રણ આરોપીઓને ઝડપીને ઓઢવથી રૂપિયા૨૨.૨૦ લાખની રોકડ , નાણાં ગણવા માટેના મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે આઇપીએલની મેચ દરમિયાન બુક કરવામાં આવતા સટ્ટાના નાણાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આમ, સટ્ટા બેટિંગ કૌભાંડ એક પછી એક નવી વિગતો બહાર આવી છે.સ્ટેટ મોનીટરીંગ સેેલના અધિકારીઓ બે દિવસ પહેલા ઋષિકેશથી નિલેશ રામી નામના બુકીની પાંચ હજાર કરોડના સટ્ટા બેટિંગ કૌભાંડમાં ધરપકડ કરી હતી. જે બાદ રવિવારે નિલેશના વેદરાજ રેસીડેન્સી,વસ્ત્રાલ ખાતે દરોડો પાડીને તપાસ કરતા તેની પાસેથી ઓનલાઇન સટ્ટા બેટિંગના હારજીતના હિસાબો, સટ્ટોડિયાઓની યાદી અને તેના ભાગીદારોની યાદી મળી હતી. જેના આધારે પોલીસે રણવીરસિંહ રાજપુત (રહે.રાજરત્ન સોસાયટી, ગૌરી સિનેમા પાસે, ઓઢવ). ચેતન સોનાર (રહે.કેન્સાસ કાઉન્ટી, વસ્ત્રાલ) અને પ્રવિણ પ્રજાપતિ (રહે.ઇશ્વરકૃપા સોસાયટી,ઓઢવ)ને ઝડપી લીધા હતા. જેમાં રણવીરના ઘરે તપાસ કરતા પોલીસને ૨૨.૨૦ લાખની રોકડ અને નાણાં ગણવાનું મશીન અને હિસાબોની ડાયરી મળી આવી હતી. આ નાણાં આઇપીએલની મેચમાં રમાડવામાં આવતા સટ્ટાના હોવાનું જાણવા મળ્યું હતું. જે હવાલા મારફતે બહાર મોકલવાના હતા. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/H26gtBp
No comments:
Post a Comment