
કલોલના છત્રાલમાં પોલીસનો દરોડો
કલોલ: કલોલ તાલુકા પોલીસ દ્વારા છત્રાલ જીઆઇડીસી માં દરોડો પાડીને વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરેલું એક પીક ઉપ ડાલુ જપ્ત કરવામાં આવ્યું હતું પોલીસે વિદેશી દારૂ બિયરનો જથ્થો અને પીકઅપ ડાલુ વગેરે મળી કુલ રૂપિયા ૪,૮૭,૪૭૬ નો મુદ્દા માલ જપ્ત કરી એક ની ધરપકડ કરી હતી અને ફરાર થઈ ગયેલા પીક અપ ડાલા ના ચાલક સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કલોલ તાલુકા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે છત્રાલ જીઆઇડીસીમાં પાર્શ્વનાથ એસ્ટેટ પાસે વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરેલું એક પીકઅપ ડાલુ આવવાનું છે તે બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનું પીકઅપ ડાલું આવી ચડતા પોલીસે તેને રોકીને તલાસી લેતા અંદરથી વિદેશી દારૂ બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની ૨૨૮ બોટલ કિંમત રૂપિયા ૯૦,૦૩૬ તથા બીયરના ટીન નંગ ૩૧૨ કિંમત રૂપિયા ૩૭,૪૪૦ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને ઉત્તમભાઈ કેવાજી માળી રહે ભાવના સોસાયટી જોગણી માતાના મંદિર પાસે કલોલ ની ધરપકડ કરી હતી અને પીકઅપ ડાલાનો ચાલક ખુશાલભાઈ માળી રહે ડીસા ફરાર થઈ જતા તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પોલીસે વિદેશી દારૂ બિયરનો જથ્થો તેમજ મોબાઇલ ફોન અને પીક અપ ડાલુ વિગેરે મળી કુલ રૂપિયા ૪,૮૭,૪૭૬ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1QOR6PA
No comments:
Post a Comment