
- ત્રાસવાદીઓ અને પાકિસ્તાનના હાથ હેઠા પડયા
- શ્રીનગર નજીકનાં આ મંદિરના ઉત્સવ સમયે પહોંચેલા દેશભરના હિન્દુઓને પણ મુસ્લીમોએ ઘણી ઘણી મદદ કરી
શ્રીનગર : પહેલા મહામારી અને પછીથી 'ટાર્ગેટ કીલીંક્સે' વરસાવેલો કેર હવે નથી રહ્યો. જમ્મુ અને કાશ્મીરમાં હવે ૩ વર્ષ પછી અહીંથી માત્ર ૨૭ કી.મી. જ દૂર ગંડરબાલા જિલ્લાનાં તુલમુલ્લા ગામ પાસેનાં 'માતા ખીર ભવાની'નાં દર્શને હજારો હિન્દુઓ-પંડિતો આજે ઉમટયા હતા. આ મંદિરનો આજે ઉત્સવ પ્રસંગ હોય તેથી દેશભરમાંથી પણ શ્રધ્ધાળુઓ 'ખીર ભવાની'નાં દર્શને રવિવારે પહોંચ્યા હતા.
તે સમયે વાતાવરણ પણ ઉત્સવ સમાન બની રહ્યું હતું. મુસ્લીમોએ પણ હિન્દુ શ્રધ્ધાળુઓને આવકાર્યા હતા, તેઓનાં ઘરોમાં પણ રાખી મંદિરે પહોંચતા પહેલા સ્વસ્થ થવામાં સરળતા કરી આપી હતી.
અમરનાથ યાત્રા પછીની 'ખીર ભવાની'ની યાત્રા કાશ્મીરમાં દ્વિતીય ક્રમે રહેલી છે. આ પંડિતો જેઓ પહેલા શ્રીનગર પહોંચ્યા હતા પછી ત્યાંથી 'ખીર ભવાની મંદિરે' પહોંચ્યા. આ પંડિતો પૈકી ઘણા તેવા પણ હતા કે જેઓ પહેલાં શ્રીનગર છોડી જમ્મુ ચાલ્યા ગયા હતા. પરંતુ શાંતિ સ્થપાતા પાછા શ્રીનગર આવી વસ્યા છે. તેઓએ ખીર ભવાની ઉપરાંત નજીકનાં રાજ્ઞાાદેવી મંદિરના પણ દર્શન કર્યાં હતાં.
આ વર્ષે ૨૦૨૦ પછી સૌથી વધુ ભક્ત સમુદાય તે મંદિરોએ ઉમટયો છે તેમ કહેતાં ગંકરવાલ સ્થિત ડેપ્યુટી કમીશ્નર શ્યામવીરે જણાવ્યું હતું કે હજી સુધીમાં આશરે ૩૩૦૦૦ શ્રધ્ધાળુઓએ માતા ખીર ભવાની અને માતા રાજ્ઞાા દેવીના દર્શન કર્યાં છે. શ્રધ્ધાળુઓ શુક્રવારથી ગંડરવાલ પહોંચવા લાગ્યા હતા.
તેઓએ મંદિરમાં પૂજન અર્ચન કર્યા હતા અને ભજન-કીર્તનની ધૂન મચાવી હતી. જોકે કેટલાકે શનિવારે વ્યવસ્થા અંગે ફરિયાદ કરતાં તુર્તજ તેમની તકલીફો અને મુશ્કેલીઓ દૂર કરવામાં આવી હતી. તેમ પણ ડેપ્યુટી કમીશ્નર શ્યામવીરે પત્રકારોને જણાવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/L8rs4oZ
No comments:
Post a Comment