વાઘના હુમલામાં ઘાયલ મહિલાને માત્ર 1000નું વળતરઃ હાઈકોર્ટ નારાજ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 29 May 2023

વાઘના હુમલામાં ઘાયલ મહિલાને માત્ર 1000નું વળતરઃ હાઈકોર્ટ નારાજ


વાઘનો હુમલો નજીવી ઘટના નથીઃ હાઈકોર્ટનો વન ખાતાંને ઠપકો

વળતરની રકમ વધારીને 1 લાખ રુપિયા કરવા બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચનો આદેશ

મુંબઇ :  વાઘનો હુમલો એ કાઇ નજીવી ઘટના નથી એવો મત વ્યક્ત કરી બોમ્બે હાઇ કોર્ટની નાગપુર બેન્ચે હુમલામાં ઘાયલ મહિલાને એક લાખનું વળતર ચૂકવવા વનવિભાગને આદેશ આપ્યો હતો.

ચંદ્રપુર જિલ્લામાં ૨૦૧૭માં બનેલી આ ઘટનામાં કવિતા વામન કોકડે (ઉં.વ.૩૭) ખેતરમાં કામ કરતી હતી ત્યારે વિકરાળ વાઘે હુમલો કરતા તે ઘાયલ થઇ હતી. તરત તેને ચંદ્રપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવારને લીધે તે સાજી થઇ ગઇ પરંતુ ઘરનું કે ખેતરનું કામ કરી શકવાની સ્થિતિમાં નહોતી રહી.

વાકલ ગામની કવિતા કોકડેએ વળતર મેળવવા માટે  વન વિભાગને અરજી કરી હતી. પરંતુ વાઘના હુમલામાં તેને નજીવી ઇજા થઇ હતી એવું કારણ આપીને વન વિભાગે માત્ર ૧૦ હજારનું વળતર આપ્યું હતું.

આટલી ઓછી રકમના વળતર સામે કવિતાએ હાઇકોર્ટમાં ધા નાખી હતી. નાગપુર બેન્ચમાં ન્યાયમૂર્તિ  રોહિત દેવ અન ન્યાયમૂર્તિ ે વૃષાલી જોશી સમક્ષ આ અરજીની સુનાવણી થઇ હતી જેમાં હાઇકોર્ટે કવિતાને એક લાખ  રૃપિયાનું વળતર ચૂકવવાનો વનવિભાગને આદેશ આપ્યો હતો. કોર્ટે મત વ્યક્ત કર્યો હતો કે વાઘના હુમલામાં કોઇ વ્યક્તિ જખમી થાય એ સામાન્ય ઘટના નથી. 

રાજ્ય સરકારે મહિલાને શૌર્ય પ્રમાણપત્ર આપ્યું

કવિતા ઉપર વાઘ ત્રાટક્યો ત્યારે હિમ્મતથી સામનો કરી જાતને બચાવી લેવા બદલ રાજ્ય સરકાર તરફથી તેને શૌર્ય પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવી હતી. આમ છતાં તેને વળતર તરીકે માત્ર ૧૦ હજાર આપવામાં આવે એ ખરેખર આઘાતજનક નિર્ણય છે એવા શબ્દોમાં અદાલતે વનવિભાગને ફટકાર લગાવી હતી. વન વિભાગે કવિતાને આ હુમલાને લીધે જે માનસિક આઘાત લાગેલો તેનો પણ વનવિભાગે વિચાર ન કર્યો એ વિશે કોર્ટે નારાજી વ્યક્ત કરી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jyvJHFR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages