![]() |
|
image : Twitter |
ઉત્તરપ્રદેશના સહારનપુરમાં સ્થાનિક એકમોની ચૂંટણીને ધ્યાનમાં રાખી જનસભાને સંબોધવા આવી રહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. શહેરમાં આવેલી મહારાજ કોલેજના મેદાનમાં આ સભાનું આયોજન કરાયું છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. આ દરમિયાન એક ચોંકાવનારો નિર્ણય એ છે કે શાળા અને કોલેજોમાં આખા દિવસ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે.
સોમવારે શાળા-કોલેજો બંધ
વીવીઆઈપીઓની અવર-જવરને ધ્યાનમાં રાખીને સહારનપુર જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં સોમવારે રજા જાહેર કરવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર અવર-જવર પ્રતિબંધ તથા રુટ ડાયવર્ઝન પર લાગુ કરાયા છે. વિદ્યાર્થીઓને અવગડ ન થાય તે માટે કલેક્ટરે નિર્દેશોનું અનુપાલન કરતા શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે.
પોલીસ વિભાગના મસમોટા અધિકારીઓને પણ સુરક્ષા માટે કામે લગાડાયા
રવિવારે પોલીસ વિભાગના ટોચના અધિકારીઓએ દિવસભર સુરક્ષા તૈયારીઓ કરી હતી. જિલ્લા વિદ્યાલયના નિરીક્ષક યોગરાજ સિંહે જણાવ્યું કે જિલ્લાધિકારી અખિલેશ સિંહના નિર્દેશોનું અનુપાલન કરતા સોમવારે જિલ્લાની બેઝિક શિક્ષણ પરિષદ, માધ્યમિક શિક્ષણ, સીબીએસઈ, આઈસીએસઈ, મદરેસા બોર્ડ, સંસ્કૃત બોર્ડ તથા હાયર એજ્યુકેશનની તમામ કોલેજોમાં રજા રહેશે. આદેશનું કડક રીતે પાલન કરતા તમામ આચાર્ય-પ્રિન્સિપાલને જાણ કરી દેવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QrilBcO

No comments:
Post a Comment