અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં બે કિન્નર વચ્ચે મારામારી, એકને હાથના ભાગે છરો વાગતાં ઈજાગ્રસ્ત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 24 April 2023

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં બે કિન્નર વચ્ચે મારામારી, એકને હાથના ભાગે છરો વાગતાં ઈજાગ્રસ્ત



અમદાવાદઃ અમદાવાદના વ્યંઢળ સેનાપતિઓ સોનીયા દે અને સંજુ માસીના મર્ડર બાદ શહેરમાં વ્યંઢળો વચ્ચેની લડાઇ લગભગ સમાપ્ત થઇ ગઇ હતી. ત્યારે જ વધુ એક વખત વાડજમાં વ્યંઢળો વચ્ચે તકરાર થઇ છે અને એક વ્યંઢળ પર પોલીસ મથકમાં જ છરી વડે હુમલો થયો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. જોકે ઇજાગ્રસ્ત વ્યંઢળે આ બાબતનો વીડિયો વાયરલ કર્યો છે. વાડજ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. 

વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનાર અને વીડિયો વાયરલ કરનાર કિન્નર દામીની દેની રજૂઆત છે કે તે બહેરામપુરામાં રહે છે અને ભીક્ષાવૃત્તિ કરીને ગુજરાન ચલાવે છે. તેની હરિફ કામીની દે ઘણા ગુનામાં સંડોવાયેલ છે. તે વાડજ પોલીસ મથકમાં હોવાની જાણ થતાં દામીની દે વાડજ પહોંચી હતી. તે હજુ વાડજ પોલીસ મથકમાં પહોંચી કે તરતજ  કામીની દેએ પર્સમાંથી છરો કાઢીને દામીની દે ઉપર હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી પોલીસે તેને બચાવી હતી. 

કામીની દે માથાભારે કિન્નર છે અને તે સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલો છે. માટે તેની સામે પગલાં લેવા માટે માંગ ઉઠી છે.  બનાવ સંદર્ભે વાડજ પોલીસ ઇન્સ્પેકટર સી. જી જોષીએ જણાવ્યું હતું કે ભીક્ષાવૃત્તિ કરતા વ્યંઢળો વચ્ચેની તકરારમાં મારા મારી થઇ છે. જે અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ  તપાસ શરૂ કરી છે.આ પ્રકારની ઘટના સામે આવતાં લોકો અચંબામાં મુકાઈ ગયા છે, કારણ કે પોલીસ સ્ટેશનમાં લોકો પોતાની ફરિયાદ લઈને આવે છે, પણ અહીં તો સ્ટેશનની અંદર જ છરીઓ ઊછળે છે!



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9LnaeC7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages