સંજય લીલા ભણશાલીને પણ હવે હોલીવૂડના ઓરતા જાગ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 21 April 2023

સંજય લીલા ભણશાલીને પણ હવે હોલીવૂડના ઓરતા જાગ્યા


- પ્રચાર અને મોટા પ્રોજેક્ટ મેળવવાની નેમ

- રાજામૌલીનો હોલીવૂડમાં ડંકો વાગ્યા બાદ હવે ભણશાળીએ પણ તેમને પગલે એજન્સી હાયર કરી

મુંબઇ : 'આરઆરઆર'ના સર્જક રાજામૌલીએ ઓસ્કર એવોર્ડને પગલે હોલીવૂડમાં નામના મેળવ્યા બાદ અને ત્યાં મોટા પ્રોજેક્ટસ મેળવવા હોલીવૂડની એક એજન્સીને હાયર કર્યા બાદ હવે સંજય લીલા ભણશાળીને પણ હોલીવૂડમાં પોતાની ફિલ્મો પ્રમોટ કરવા અને ત્યાંની ફિલ્મો કરવાના ઓરતા જાગ્યા છે. તેમણે પણ હોલીવૂડની ેએક ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી સાથે કરાર કર્યા છે. 

સંજય લીલા ભણશાળીને લાગ્યું છે કે રાજામૌલી જે સ્કેલ પર ફિલ્મો બનાવે છે તેના પર પોતે તો બહુ વર્ષો અગાઉથી કામ કરે છે અને વાસ્તવમાં પોતે હોલીવૂડમાં વધારે સારી રીતે માર્કેટિંગ અને લોબિંગની જરુર છે. આથી તેમણે હોલીવૂડની એક પ્રતિષ્ઠિત એજન્સી હાયર કરી છે. 

ભણશાળીએ તેમની ફિલ્મ 'ગંગુબાઈકાઠિયાવાડી'ને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવા બહુ પ્રયાસ કર્યા હતા. હાલ સંજય લીલા ભણશાળીની વેબસીરીઝ 'હીરા મંડી' એક ઈન્ટરનેશનલ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થવાની છે. તેને પણ ભણશાળી વિદેશમાં યોગ્ય રીતે પ્રમોટ કરવા ઈચ્છે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZfUjs2u

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages