બોલીવૂડના ટોચના કલાકારોએ પોતાના ચાહકોને દીવાળીની શુભેચ્છા આપી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 14 November 2020

બોલીવૂડના ટોચના કલાકારોએ પોતાના ચાહકોને દીવાળીની શુભેચ્છા આપી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.14 નવેમ્બર 2020, શનિવાર

આ દીવાળીની ઊજવણીમાં કોરોના મહામારીનું વિધ્ન આવતા પરંપરાગત રીતે કરી શકાય નથી. બોલીવૂડમાં પણ દીવાળીની ઊજવણી ઝાંખી થઇ ગઇ છે. બોલીવૂડના માંધાતાઓ જેમને ત્યાં ભવ્ય પાર્ટીઓનું આયોજન થતું હતું તે પણ કરવામાં આવ્યું નથી.  જોકે બોલીવૂડના કલાકારો આ પરિસ્થિતિમાં પણ પોતાના ફેન્સને ભૂલ્યા નથી અને તેમને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી છે. 

અમિતાભ બચ્ચનએ ટ્વિટર પરના પોતાના એકાઉન્ટ પરથી પ્રશંસકોને દીવાળીની શુભેચ્છા આપી છે. આ સાથે જ તેમણે સારા સમાચાર શેર કર્યા છે કે રામ જન્મભૂમિ અયોધ્યામાં ૫,૮૪,૮૭૨ દિવા પ્રગટાવામાં આવીને વર્લ્ડ રેકોર્ડ થયો છે. 

કરીના કપૂર ખાન પતિ સૈફ અને પુત્ર તૈમુર સાથે દીવાળીની ઊજવણી કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શુભેચ્છા શેર કરી છે. તેણે લખ્યું છે કે, તમને બધાને દીવાળીની શુભકામનાઓ, ખુશ રહો, સુરક્ષિત રહો. 

સલમાન ખાન હાલ રિયાલિટી શો બિગ બોસ ૧૪નું શૂટિંગ કરી રહ્યો છે. એકટરે શોના સેટ પર દિવાળી સેલિબ્રેશન કર્યું છે. એકટરે વધામણી આપતા લખ્યું છે કે, તમને દરેકને દિવાળી અને સમૃદ્ધ નવા વરસની શુભકામનાઓ. સુરક્ષિત રહેશો. 

ડિમ્પલ ગર્લ પ્રિટી ઝિંટાએ ટ્રેડિશનલ લુકમાં પૂજાની થાળી પકડીને એક સુંદર તસવીરે શેર કરી છે. સાથે લખ્યું છે કે, દરેકને હેપ્પી ધનતેરસ, હેપ્પી દિવાળી અન ેહેપ્પી ન્યુઇયર. તહેવારની રોશનમી આપણી  જિંદગી અને અંધારામાં ઉજાશ લાવે તેમજ દરેકની જિંદગીમાં ખુશીઓ અને સમૃધ્ધિ લાવે, લવ યુ ઓલ, હેપ્પી દીવાળી.

જરૂરિયાતોનો મસીહા બનનાર સોનૂ સૂદે લોકોને દિવાળી પર અન્યોની ખુશી બનવાનું કહ્યું છે. તેણે દરેકને નિવેદન કર્યું છે કે, કોઇની દિવાળી હેપ્પી બનાવશો. દીવાળીની શુભેચ્છા મને આ જ યોગ્ય લાગે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kv62Wv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages