
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.14 નવેમ્બર 2020, શનિવાર
આયુષ્માન ખુરાના હાલ ચંદીગઢમાં આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. કહેવાય છે કે, તે અન્ય એક ફિલ્મ માટે નિર્માતા દિનેશ વિજાન સાથે સંપર્કમાં છે. એક ન્યુઝ પોર્ટલના અનુસાર, આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમા ંઅભિનેતા સાથે સારા અલી ખાન જોવા મળવાની છે.
જોકે આયુષ્માન ખુરાના અને દિનેશ વિઝાને આ વાતની પુષ્ટિ આપી નથી. જો આ રિપોર્ટને સાચો માનીએ તો આ ફિલ્મ ૨૦૨૧માં ફ્લોર પર જાય તેવી શક્યતા છે.
આયુષ્માન બોક્સ ઓફિસનો હુકમનો એક્કો મનાય છે. તેમાં પણ વળી તેની સાથે સારા અલી ખાન જોડાશે તો ફિલ્મ કલેકશન સારુ કરશે તેવી નિર્માતાને આશા છે.
જોકે આ ફિલ્મનું શિર્ષક હજી ફાઇનલ થયું નથી. તેમજ તેની અન્ય કાસ્ટ વિશે પણ કોઇ સ્પષ્ટતા નથી. ફિલ્મ ચર્ચાના અંતિમ પડાવ પર છે અને આવતા વરસે શરૂ થાય તેવી શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uu3PAg
No comments:
Post a Comment