દિવાળી નિમિત્તે થાણેના કોપરીમાં યોજાયું પોર્ટેટ્ર રંગોળી એક્ઝિબિશન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 November 2020

દિવાળી નિમિત્તે થાણેના કોપરીમાં યોજાયું પોર્ટેટ્ર રંગોળી એક્ઝિબિશન



મુંબઈ,તા.13 નવેમ્બર, 2020, શુક્રવાર

દિવાળીના તહેવાર નિમિત્તે થાણેમાં યોજાયેલા પોર્ટેટ્ર રંગોલી એક્ઝિબિશન માટે વિવિધ રંગોળી આર્ટિસ્ટોએ ભેગા મળી જાણીતા મહાનુભાવોના રંગબેરંગી પોર્ટેટ્ર બનાવ્યા હતા. આ રંગોળી પ્રદર્શન જાહેર જનતા માટે ૧૧ થી ૧૫ નવેંબર સુધી નિઃશુલ્ક ખુલુ રહેશે. અલબત્ત, મુલાકાતીઓને કોવિદ-૧૯ના સુરક્ષા નિયમો પાળવાની તાકીદ કરાઈ છે. 'થાણેના કોપરી ખાતેના વિદ્યાસાગર વિદ્યાલયમાં યોજાયેલા રંગોળી પ્રદર્શનમાં કુલ ૨૧ રંગોળી આર્ટિસ્ટોએ વિવિધ ધાર્મિક સ્થળો અને નામાંકિત હસ્તીઓના પોર્ટેટ્રસ બનાવ્યા છે. મોટાભાગના આર્ટિસ્ટો થાણેના કલાચંદ રંગોલી મંડળ સાથે જોડાયેલા છે,' એવી માહિતી પ્રદર્શનના એક આયોજક કૃષ્ણા ભુજબળે આપી હતી.

મહાત્મા ગાંધી, કપિલ દેવ અને લતા મંગેશકર ઉપરાંત રામ મંદીર જેવા ધાર્મિક સ્થળોના પોર્ટેટ્રસ પ્રદર્શનના મુખ્ય આકર્ષણો છે. છેલ્લા દસ વર્ષતી દર દિવાળીએ આ રંગોળી પ્રદર્શન યોજાય છે.

'રંગોળી મારફત વિવિધ વ્યક્તિઓના ચહેરા બનાવવા કાયમ પડકારરૃપ હોય છે અને એ એક સારો અનુભવ બની રહે છે. કોરોના મહામારી વચ્ચે તમામ સુરક્ષા નિયમોનો અમલ કરીને યોજાયેલા આ પ્રદર્શનમાં સહભાગી થવાનો અમારે મન અનેરો આનંદ છે,' એમ થાણેના રંગોળી આર્ટિસ્ટ ઉમેશ સુતાર (૪૨)એ કહ્યું હતું. ૨૪ રંગોળીઓઓમાંથી  મહાત્મા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના પોર્ટેટ્ર ૭૫ વર્ષના વયોવૃધ્ધ રંગોળી આર્ટિસ્ટ અરુણ રણદીવેએ સાકાર કર્યા છે.

સ્કૂલના વિવિધ વર્ગોમાં રખાયેલા પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવા એક રૃમમાં એકી સાથે ૫ વ્યક્તિઓને જ પ્રવેશ અપાય છે. એમને સેનિટાઈજેશન પછી જ એન્ટ્રી મળે છે. બધા માટે માસ્ક પહેરવા ફરજિયાત છે. રંગોળી પ્રદર્શન ૧૫ નવેંબર સુધી સાંજે ૬ થી રાતના ૧૦ વાગ્યા સુધી બધા માટે ખુલુ રહેશે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kqWCeV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages