બોલો, ભારત જેવું ચૂંટણી પંચ અમેરિકામાં નથી... - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 November 2020

બોલો, ભારત જેવું ચૂંટણી પંચ અમેરિકામાં નથી...


અમેરિકાની તીવ્ર રસાકસી ભરી ચૂંટણીનું પરિણામ સત્તાવાર રીતે રવિવાર સુધી જાહેર થયું નહોતું. ડોનાલ્ડ ટ્રમ્પને પડકારનાર જો બાઇડન આગળ છે અને આગળ વધી રહ્યા હતા. બિડાન અને હેરિસની જોડીને ક્યારે વિજેતા જાહેર કરાશે તેની રાહ જોવાય છે. અમેરિકાના ઇતિહાસમાં સૌથી શરમજનક રીતે ખુરશી પર ચીટકી રહેલા દેખાતા ટ્રમ્પની ટીકા કરે છે.

આશ્ચર્યતો એ વાતનું છે કે ટ્રમ્પે પોતાની જાતને વિજેતા જાહેર કરી દીધી હતી તે તો ઠીક પણ મતગણત્રીમાં ગોટાળોે થયો છે એમ કહીને સુપ્રિમ કોર્ટમાં જવાની ધમકી ઉચ્ચારી હતી. પ્રેસીડેન્શ્યલ સિસ્ટમથી ચૂંટાયેલા ટ્રમ્પ પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં.

આ એક એવા પ્રમુખ હતા કે જે દેશના મિત્રો સાથે પણ સારા સંબધો નહોતો રાખતા. હવેના દિવસોમાં ખ્યાલ આવશે કે વ્હાઇટ હાઉસમાં તેમણે ચાર વર્ષ શું શું કર્યું છે. રશિયા અને નોર્થ કોરિયા જેવા દેશેા તે પ્રમુખ પદે ચાલુ રહેત તો ખુશ થાત એમ મનાતું હતું. એમ પણ કહેવાય છે કે અમેરિકાના ૪૫ પ્રમુખો  પૈકી તે એક માત્ર એવા પ્રમુખ હતા કે જે અગાઉ ચૂંટાઇને નહોતા આવ્યા કે કોઇ હોદ્દા પર નહોતા. તે સામાન્ય લોકલ સીટી કાઉન્સીલર પદે પણ નહોતા. તેમનું રફ વર્તન તેમના વ્યવહાર તેમજ વાણીમાં નજરે પડતું હતું.

હિલેરી ક્લિન્ટન સામે તે ઉભા રહ્યા ત્યારે દરેકને તેમના અનુભવ બાબતે આશ્ચર્ય થયું હતું. તે જીતી ગયા ત્યારે પણ વિવિધ અટકળો ફરતી થઇ હતી. તેમણે દેશને રંગભેદના વિવાદમાં ધકેલી દીધો હતો, વિશ્વમાં અમેરિકાની પ્રેસ્ટીજને નુકશાન પહોંચાડયું હતું. સોશ્યલ નેટવર્ક પર તેમની ટ્વિટની ટીકા એટલા માટે થતી હતી કે તેમનું અંગ્રેજી નબળું હતું અને ગ્રામરમાં લોચા જોવા મળતા હતા. તે પોતાના કુટુંબનું હીત વધુ જોતા હતા અને અમરિકાનું હીત બહુ ધ્યાનમાં લેતા નહોતા.

પોતાના ચાર વર્ષના શાસનમાં ડોનાલ્ડ ટ્રમ્પે એટલું બધું ઝેર ફેલાવ્યું છે કે લોકો તેમનાથી નારાજ ચાલવા લાગ્યા હતા. ટ્રમ્પની નિતી એવી હતી કે જે દેશના પ્રમુખ તેમની સાથે સારા સંબંધો રાખે તે દેશ સાથે તે સારા સંબંધો રાખતા હતા. 

આવા સંબંધો નીતિ વિષયક હોવા જોઇએ તેના બદલે તે અંગત ફ્રેન્ડશીપ પર લઇ જતા હતા. 

સોશ્યલ નેટવર્ક પર ટ્રમ્પ વારંવાર હાંસીને પાત્ર બનતા રહેતા હતા છતાં તે સુધરવાના કોઇ પ્રયાસ કરતા નહોતા. અમેરિકાના વર્ષો જુના સંબંધો પર તેમણે કાતર ફેરવી દીધી હતી.

તેમની રફનેસ અનેકને ખૂંચતી હતી. તેમનું નોલેજ પણ શંકાસ્પદ હતું. તેમને નેપાળ અને ઇટાલીના નેપલ્સમાં કોઇ ફર્ક દેખાતો નહોતો. એટલેજ તેમને મિસ્ટર ઇગ્નોરન્સ (અજ્ઞાાની)કહેવાતા હતા. તેમણે તેમના એક  સેક્રેટરીને ડફર (મંદબુધ્ધિ) કહીને કાઢી મુક્યો હતો.

ટ્રમ્પ સત્તા છોડવા તૈયાર નથી તે પણ હકિકત છે. એ પણ વાત સાચી છે કે આટલી તીવ્ર સ્પર્ધા થશે એમ કોઇએ વિચાર્યું પણ નહોતું. શરુઆતમાં એમ લાગતું હતું કે બાઇડન આસાનીથી જીતી જશે. તે ટ્રમ્પ કરતાં આંઠ થી નવ ટકા વધુ વોટ લઇ જશેે પરંતુ એવું કશું થયું નહોતું અને ટ્રમ્પે વળતી ફાઇટ આપી હતી એમ કહી શકાય. 

આવી અનિશ્ચિત સ્થતિ આવે એટલે વકિલોને મજા પડી જાય છે. ભારત જેવું ચૂંટણી કમિશન અમેરિકામાં નથી. અહીં ભારતની પ્રશંસા કરવી જોઇએ. ભારતમાં ૧૩૦ કરોડ લોકો છે. સવારે મત ગણત્રી થાય છે અને સાંજે પરિણામો આવી જાય છે. કોઇ વિવાદ નથી થતો. જ્યારે અમેરિકાની વસ્તિ ૩૦ ંકરોડ છે અને પરિણામો અટવાઇ જાય છે તેમજ કોર્ટમાં વિવાદ પહેંાચે છે.  

બધું ઠીકઠાક ચાલશે તો બિડાન પ્રમુખ બનશે અને અમેરિકા તેમજ વિશ્વમાં સ્થિરતા લાવશે. એવી આશા રાખી શકાય કે ભારતીયો માટે તે એચ-વન બી વિઝાના નિયમોે હળવા બનાવશે...



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eNtwFp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages