મુંબઈમાં અનેક સોસાયટીઓ સ્વેચ્છાએ ફટાકડાં પર પ્રતિબંધ મૂકી રહી છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 5 November 2020

મુંબઈમાં અનેક સોસાયટીઓ સ્વેચ્છાએ ફટાકડાં પર પ્રતિબંધ મૂકી રહી છે


- ફટાકડાંના ધૂમાડાને કારણે હાઉસિંગ સોસાયટીઓમાં હોમ આઈસોલેશનમાં રહેલાં દર્દીઓને તકલીફ થવાની શક્યતા

મુંબઇ, તા. 5 નવેમ્બર 2020, ગુરૂવાર

દિવાળીના દિવસો નજીક છે, ત્યારે મુંબઈની અનેક હાઉસિંગ સોસાયટીઓ તેમજ સંગઠિત સમાજો, મંડળોએ આ વર્ષે ફટાકડાં ફોડયા વિના દિવાળી ઉજવવાનું નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે, ફટાકડાંના ધૂમાડાને પ્રદૂષણ વધતાં કારણે ઘરમાં જ કોવિડ-૧૯ની સારવાર લઈ રહેલાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ગોરેગાંવની એક સોસાયટીના સેક્રેટરીના જણાવ્યાનુસાર, તેમની સોસાયટીમાં ૩૨ કોરોનાગ્રસ્ત દર્દીઓ હોમ ક્વૉરેન્ટીન છે. જેમાં સિનિયર સિટીઝનની સંખ્યા વધુ છે. આથી તેમને ભય છે કે ફટાકડાંના ધુમાડાને કારણે તેમની તબિયતને વધુ નુકશાન થઈ શકે છે. આથી આ વર્ષે સોસાયટી પરિસરમાં ફટાકડાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લોખંડવાલા ઓશિવરા સિટીઝન્સ એસોસિએશન (લોકા)ના ડિરેક્ટર ધવલ શાહના જણાવ્યાનુસાર, આ વર્ષે ધૂમાડાથી થતું પ્રદૂષણ ટાળવા અને તેને કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓને થતી મુશ્કેલીઓ ટાળવા અધિકાંશ સોસાયટીઓએ આ વર્ષે ફટાકડાં નહીં ફોડવાનો નિર્ણય લીધો છે. તે માટે તેઓ વૉટ્સએપ પર ઝુંબેશ ચલાવી રહ્યાં છે. તેમના અંતર્ગત આશરે ૫૦૦ સોસાયટીઓ આવે છે. અંધેરીના છઠ્ઠા ભાગના કોવિડ દર્દીઓ આ વિસ્તારની ઈમારતોમાં રહે છે. 

જોકે આવીજ સોશિયલ મીડિયા પર પણ મોટાં પ્રમાણમાં ઝૂંબેશો ચાલી રહી છે, જેમાં લોકોને ફટાકડાં ન ફોડવા આવાહન કરાઈ રહ્યું છે. તેમજ મુંબઈની પૂર્વીય તેમજ પશ્ચિમી પરાંની અનેક ઈમારતોએ ફટાકડાં ન ફોડવાનો નિર્ણય સ્વેચ્છાએ લીધો છે. દરમ્યાન આ બાબતે પાલિકાએ હજી નક્કર નિર્ણય લીધો નથી. પાલિકા અધિકારીઓનું કહેવું છે કે શહેરમાં ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકાય નહીં. કારણ તેના પર અનેક વિક્રેતાઓનું જનજીવન ચાલી રહ્યું છે. આથી ધૂમાડો થાય તેવા ફટાકડાંને બદલે ઓછાં ધૂમાડા કરતાં અને વધુ અવાજ ન કરતાં હોય તેવા ફટાકડાં અથવા તો પર્યાવરણપૂરક ફટાકડાંનો ઉપયોગ કરવાનું સૂચન શહેરીજનો માટે યોગ્ય રહેશે.   

કોરોના મહામારીને કારણે

દિવાળીમાં મરીન ડ્રાઇવ, જૂહુ અને ચોપાટી પર ફટાકડા ફોડવાની મનાઇ

હું ફટાકડામુકત દિવાળીની હિમાયત કરૂં છું : ટોપે

દર દિવાળીની જેમ આ વખતે મરીન ડ્રાઇવ, ચોપાટી અને જૂહુના દરિયા કિનારે લોકો ફટાકડા ફોડી નહી શકે મહાપાલિકાએ આ રીતે જાહેરમાં ફટાકડા ફોડવાની મહામારીને લીધે અને આતશબાજી પર પ્રતિબંધ મૂકયો છે.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેન્દ્ર ટોપેએ પણ આ વખતે કોરોનાની સ્થિતિ ધ્યાનમા લઇને ફટાકડામુકત દિવાળી ઉજવવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું હતું કે અત્યારથી પરિસ્થિતિમાં લોકો ફટાકડા ફોડવા માટે જાહેરમાં મોટી સંખ્યામાં ભેગા થાય એ હિતાવહ નથી. બીજુું કોરોના શ્વસનતંત્રને હાની પહોંચાડતો રોગ છે. એટલે ફટાકડાના ઝેરી ધૂમાડાને કારણે દરદીઓને ત્રાસ થવાનો સંભવ છે. એટલે હું કેબિનેટ સમક્ષ પણ ફટાકડામુકત દિવાળીની ઉજવણીની દરખાસ્ત  મૂકવાનો છું.

મકાનના  કમ્પાઉન્ડમાં અથવા તો ઘરના આંગણામાં લોકો ફટાકડા ફોડી શકશે. આમ આ વખતે દિવાળીમાં પહેલેથી ઠંડા રહેલા ફટાકડા બજારને વધઉ ફટકો પડવાની શકયતા છે. જોકે રોશની કરીને દિવડા  પ્રગટાવીને લોકો પ્રકાશના પર્વની કોઇને તકલીફ ન થાય એ રીતે ઉજવણી કરી શકશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l4qxKO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages