કરતારપુર સાહિબમાં હસ્તક્ષેપ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 November 2020

કરતારપુર સાહિબમાં હસ્તક્ષેપ


કરતારપુર કોરિડોરને હજુ માંડ એક વર્ષ પણ પૂરુ થયું  નથી ત્યારેે પાકિસ્તાને વધુ એક એવુું પગલું લીધુ છે, જેેનાથી શીખ સમુદાયની ભાવનાઓને ઠેશ પહોચે અને આ પગલું ભારતને ઉશ્કેરે તેવું છે. આ વખતે પાકિસ્તાને કરતારપુર સાહિબની બહારની જમીનને પોતાના નિયંત્રણમાં લઈ લીધી છે. આ જમીનની જાળવણીની જવાબદારી એક પરિયોજના મેનેજમેન્ટ યુનિટ કરશે અને આ ઈવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડને આધીન રહીને કામ કરશે. આ નિર્ણય પાકિસ્તાનની સરકારના બદઈરાદાને સ્પષ્ટ કરે છે. તેઓ આસપાસની જમીનની જાળવણીના બહાને ગુરુદ્વારા પ્રબંધનમાં હસ્તક્ષેપ કરવાનો અને તેના પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સવાલ એ છે કે આખરે પાકિસ્તાનને આ પ્રકારનો વિવાદિત નિર્ણય લેવાની જરુરિયાત કેમ ઉભી થઈ? શું તે નથી જાણતું કેે કરતારપુર સાહિબ શીખોનું એક પવિત્ર ધર્મસ્થળ છે અને તે અંગે પાકિસ્તાને લીધેલા કોઈ પણ વિવાદાસ્પદ નિર્ણય શું શીખ સમુદાયને સ્વીકાર્ય હશે ખરા ? વળી, આ નિર્ણય એવા સમયે લેવાયો છે કે જ્યારે કરતારપુર કોરિડોરને ખુલ્લો મૂકાયે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ વર્ષગાંઠના પ્રસંગે પાકિસ્તાને એવો નિર્ણય લેવાની જરુર હતી કે જેનાથી શીખ સમુદાય અને ભારત બંને તેને બિરદાવે અને સંબંધો વધુ સરળ થવાની દિશામાં આગળ વધે.

ગુરુદ્વારાના પ્રબંધન માટે શીખોની પોતાની બનાવેલી ગુરુદ્વારા પ્રબંધન કમિટિ અસ્તિત્વમાં છે, તો શા માટે પાકિસ્તાનની સરકાર તેમાં દખલ કરી રહી છે ? જે કામ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ કરશે તે કામ કરવામાં શું ગુરુદ્વારા પ્રબંધન કમિટિ સક્ષમ નથી ? તમામ સ્થાનો પર ગુરુદ્વારા અને તેમની સંપત્તિઓની દેખરેખ આ પ્રબંધક કમિટિઓ કરતી હોય છે. 

જો પાકિસ્તાન સરકારના આ નિર્ણયમાં બધંુ પારદર્શક હોત તો શીખ સમુદાયમાં રોષ ભડકે જ શા માટે ? પાકિસ્તાનના આ નિર્ણયની નોંધ ભારત સરકારે પણ લીધી છે અને તેમને તે નિર્ણય પાછો ખેંચવા માટે જણાવ્યુંં છે. પાકિસ્તાનની સરકાર ધીરે ધીરે અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળોના પ્રબંધનના નામે તેમાં દખલ કરવા લાગી છે. જેના કારણે નવા વિવાદો સર્જાયા  છે.

ઈવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ તે સંપત્તિઓની દેખભાળ કરે છે, જેને ભાગલાં વખતે હિંદૂ અને શીખ પ્રજા છોડીને ભારત આવતી રહી હતી. આ બોર્ડ દ્વારા કરતારપુર સાહિબ માટે જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ બનાવવામાં આવ્યું છે, તેમાં એક પણ શીખ સભ્યને સામેલ કરવામાં આવ્યા નથી. આ નિર્ણય પાકિસ્તાનનો ઈરાદો કેવો છે, તે સ્પષ્ટ કરે છેે. અલબત્ત, પાકિસ્તાન શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધન કમિટિ અને પાકિસ્તાન સરકાર બંનેએ આ મામલેે પોતપોતાની રીતે ખુલાસા કર્યા છે.

તેમનું કહેવું છે કે કરતારપુર સાહિબ આવનારા શ્રદ્ધાળુઓની વધતી સંંખ્યાને જોતા અમે પરિસરની બહાર દુકાનો, હોટલો વગેરેનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને આ બધી તેની તૈયારીનો ભાગ છે. પાકિસ્તાન સરકારે આ તીર્થને એક વ્યવસાયિક મોડલના સ્વરુપમાં જોવાની વાત કરી છે. જોકે પાકિસ્તાન સમયેે-સમયે જેે પ્રકારે વિવાદદો સર્જતું રહે છે, તે જોતાં તેના શબ્દો પર ભરોસો કરવો ભારે પડી શકે છે.

હકીકતમાં કરતારપુર કોરિડોરના નિર્માણથી લઈને તેને ખોલવા સુધી, પાકિસ્તાન સરકારે ઘણા એવા નિર્ણય લીધા છે કે જેનાથી વિવાદ ઉભા થતા રહ્યા છે. પાકિસ્તાન સરકારે કરતારપુર જનારા દરેક શ્રદ્ધાળુ પાસેથી દોઢ હજાર રુપિયા સેવા શુલ્ક  લેવાનો નિર્ણય અચાનક લીધો હતો.

આ જ રીતે શ્રદ્ધાળુઓના પાસપોર્ટ અંગે પણ દ્વિધાની સ્થિતિ સર્જાઈ હતી. વડાપ્રધાન ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે કરતારપુર આવનારા શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરુર નહી રહે. જોકે બીજા જ દિવસે પાકિસ્તાનની સેનાએ ખુલાસો કર્યો કે શ્રદ્ધાળુઓએ પાસપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે. કોરિડોરને ખોલવામાં જ પાકિસ્તાને બે દસક પસાર કરી દીધા હતા. 



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lkCDQh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages