
રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ હોય છે. વૉન્ડસ, સ્વૉર્ડસ, કપ્સ અને કોઇન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઇટ ઓફ વોન્ડસ, સ્વોડર્સ, કપ્સ અને કોઇન્સનું ઉમેરાયેલું છે. મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઇપ્રીસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલો છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું. - ઈન્દ્રમંત્રી
મેષ (અ. લ. ઇ. )
The Magician -ધ મેજીસીયનનું કાર્ડ તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે પ્રયત્નશીલ રહેવા સૂચવી જાય છે. કૌટુંબિક સમસ્યાઓને કારણે મૂંઝાયેલા રહેશો. નાણાંકીય દ્રષ્ટિએ કોઈને મદદરૂપ બનશો. તમારી આવડત સાથે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ બનવું લાભદાયક રહેશે. તા. ૪, ૫, ૬, શુભ.
વૃષભ (બ. વ. ઉ.)
The HighPriestess - ધ હાઈપ્રિસ્ટેસનું કાર્ડ તમારા મહત્વનાં કાર્યોમાં ઉતાવળા ન બનવા અને તમને જે યોગ્ય લાગે તે મુજબ નિર્ણય લેવા સૂચવી જાય છે. તમારો આત્મવિશ્વાસ પ્રબળ રાખવો જરૂરી બનશે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. તા. ૪, ૭, ૮, શુભ.
મિથુન (ક. છ. ઘ.)
The Chariot - ધ શેરીઓટનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે અને હાલમાં જે કોઈ કાર્યોનું આયોજન કરવા ઈચ્છતા હો તે સરળતાપૂર્વક થઈ શકશે. નાણાંકીય મુશ્કેલી હળવી બનશે. કૌટુંબિક કાર્યોમાં યશ મેળવી શકશો. તા. ૫, ૬, ૯, ૧૦, શુભ.
કર્ક (ડ. હ.)
The Hierophant - ધ એરોફન્ટનું કાર્ડ તમે જે વિષયમાં નિષ્ણાત હશો તેનો ઉપયોગ થઈ શકવાનું અને અન્યને માર્ગદર્શનઆપી શકવાનું સૂચવી જાય છે. સ્વજનો સાથે કોઈ મહત્વનાં પ્રસંગને લઈ ચર્ચા-વિચારણા થશે. મિત્રોને મળવાનું બનશે. તા. ૪, ૭, ૮, શુભ.
સિંહ (મ. ટ.)
Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ દ્રઢ બને તેવો પ્રસંગ બનશે તથા એકાદ મહત્વનાં કાર્યમાં સફળતા મળવાનું સૂચવે છે. તમારા માન-સન્માનમાં વધારો થશે. વ્યવસાય ક્ષેત્રે આવેલી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થતી જણાશે. તા. ૪, ૫, ૬, ૯, ૧૦, શુભ.
કન્યા (પ. ઠ. ણ.)
The Hermit - ધ હેરમીટનું કાર્ડ તમારા રોજિંદા જીવનમાં થોડો ફેરફાર કરી પોતાના અગત્યના કામોને પ્રાધાન્ય આપી કરી શકવાનું સૂચવી જાય છે. મિત્રો અને સ્વજનો સાથે મુસાફરીનું આયોજન કરશો. ટુંકો પ્રવાસ નજીકના ભવિષ્યમાં થશે. તા. ૫, ૬, ૭, ૮, શુભ.
તુલા (ર. ત.)
The Hanged Man - ધ હેંગમેનનું કાર્ડ સ્વૈચ્છિક રીતે તમે જે કાર્યો કરવાનું મુલત્વી રાખ્યું હશે તે ફરીવાર શરૂ થશે અને વર્તમાન સમય દરમ્યાન જે ફેરફારો થશે તે તમારા માટે લાભદાયક નીવડવાનું સૂચવી જાય છે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૭, ૮, ૯, ૧૦, શુભ.
વૃશ્ચિક (ન. ય.)
The Moon - ધ મૂનનું કાર્ડ કોઈ કારણસર તમે હતાશા કે અન્ય કોઈ તકલીફમાં હશો તેનો ટુંક સમયમાં ઉકેલ આવવાનું સૂચવે છે. તમારી નજીક રહેલી વ્યક્તિઓનો ખૂબ જ સારો સહકાર મેળવી શકશો તથા તમારી મુશ્કેલીઓ દૂર કરી શકશો. તા. ૪, ૯, ૧૦, શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.)
Judgement - જજમેન્ટનું કાર્ડ તમારા કોઈ કાર્યને પૂર્ણ કરી રહ્યાના તબક્કામાં હોઈ તે અંગે નોંધપાત્ર નિર્ણય લેવાના આવવાનું સૂચવી જાય છે. તમારા નવાં કાર્યોના આયોજન માટે તૈયારી કરી શકશો. કોર્ટ-કચેરી સંબંધિત કોઈ કાર્યો હોય તેનો અંત આવશે. તા. ૪, ૫, ૬, શુભ.
મકર (ખ. જ.)
The Sun - ધ સનનું કાર્ડ તમે જે કાર્ય કરવા ઈચ્છી રહ્યા હો તે થઈ શકવાનું સૂચવે છે. જાહેર કાર્યો સાથે સંકળાયેલી વ્યક્તિઓના માનમાં વધારો થશે. જીવનસાથીના આરોગ્ય અંગે તકલીફ ઉદ્ભવેલી હોય તેમાં રાહત જણાશે. વિદેશમાં રહેતા સ્નેહીજનો સાથે વાતચીત થશે. તા. ૫, ૬, ૭, ૮, શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.)
The World - ધ વર્લ્ડનું કાર્ડ તમારા મનગમતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કુટુંબમાં શુભ પ્રસંગની ઉજવણી થશે. અવિવાહિત વ્યક્તિઓ યોગ્ય જીવનસાથી અંગે પસંદગી કરી શકશે. અણધારી મુસાફરી થશે. તા. ૭, ૮, ૯, ૧૦, શુભ.
મીન (દ. ચ. ઝ. થ.)
The Lovers - ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ સાથે અગત્યની બાબતો માટે વિચારણા કરી મુંઝવણ અનુભવી રહ્યા હશો તેનો ઉકેલ મેળવી શકશો. સંતાનોનો સહકાર મળશે. પરંતુ આરોગ્ય અંગે કાળજી રાખવી. મિત્રોનો સહકાર મેળવી શકશો. તા. ૪, ૯, ૧૦, શુભ.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oVQMp1
No comments:
Post a Comment