ધોરાજીમાં 15 લાખની ખંડણી માંગીને વેપારીને ધમકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 3 November 2020

ધોરાજીમાં 15 લાખની ખંડણી માંગીને વેપારીને ધમકી


- દોઢ વર્ષથી માલ ખરીદતા શખ્સે વેપારીને ફોન કરીને કહ્યું : પૈસા નહીં આપે તો ધંધો નહીં કરવા  દઉં

ધોરાજી, તા. 3 નવેમ્બર 2020, મંગળવાર


ધોરાજી શહેરની નદી બજારમાં કિરાણા સ્ટોર ચલાવતા વેપારી પાસે એક શખ્સે રૂ.૧૫ લાખની ખંડણી માંગ્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. શહેરમાં ગુનેગારોને કાયદાનો કોઈ ખોફ ન રહ્યો હોય એવી ઘટનાથી ચોંકી ઊઠેલા પોલીસતંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.

શહેરના જમનાવડ રોડ પર રહેતા અને નદીબજાર વિસ્તારમાં કૃણાલ કિરાણા ભંડાર નામે દુકાન ચલાવતા પ્રકાશકુમાર લવજીભાઈ સંભવાણી(૪૧)એ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર ધોરાજી ખાતે પાંચપીરના વાડી વિસ્તારમાં શકીલ પ્રોવિઝન સ્ટોર ધરાવતો શકીલ મીર દોઢ વર્ષથી માલ ખરીદતો હતો. થોડા દિવસ પહેલાં શકીલે પ્રકાશકુમારને ફોન કરી ૧૫ લાખની ખંડણી માંગી હતી. ત્યારબાદ આરોપી શકીલે ફરી બીજા દિવસે ફોન કરી ધમકી આપતા જણાવેલું કે ''તારે ધંધો કરવો હોય તો પંદર લાખ આપવા પડશે અને સુરેન્દ્રનગરના પીએસઆઈ મારા સગા છે. પોલીસ મારું કંઈ બગાડી શકે નહીં.

વેપારીએ જણાવ્યું કે શકીલ અગાઉ એક લૂંટકેસમાં પણ સામેલ હતો. પોલીસે શકીલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આવા અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી કરવા પોલીસે વેપારીને ખાતરી આપી હતી.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I2VG2X

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages