
ફ્રાન્સ અને કોરોના : એક દિવસમાં ૫૦ હજાર સાથે ફ્રાન્સમાં કોરોનાના કુલ ૧૩ લાખ કેસ સાથે ફરી એકવાર એક મહિનાનું લોકડાઉન ફ્રાન્સમાં તાજેતરમાં જાહેર કરવામાં આવેલું છે. પ્રજાસત્તાક ફ્રાન્સની પ્રથમ ૨૨ સપ્ટેમ્બર ૧૭૯૨થી (પાંચમાં છેલ્લી પ્રજાસત્તાક ઓક્ટોબર ૫, ૧૯૫૮ની ચંદ્ર લગ્ન કુંડળીનો જ્યોતિષની દ્રષ્ટિએ અભ્યાસ કરતા જોઈ શકાય છે કે મિથુન લગ્નની કુંડળીમાં ષષ્ઠેશ મંગળ ૧૨મા સ્થાનમાં છે જ્યાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦થી રાહુ આવ્યો છે અને છઠ્ઠા સ્થાનમાં રહેલા શનિ પર કેતુનું ગોચર ભ્રમણ શરૂ થયું છે જે શનિ અષ્ટમેશ છે - મૃત્યુના સ્થાનનો અધિપતિ હાલમાં કેતુની સાથે આવતા આકસ્મિક મૃત્યુનો યોગ તથા ષષ્ઠેશ મંગળ સાથે રાહુનું ગોચર ભ્રમણ રોગચાળાના કારણે તેની અસર બતાવે છે જેના કારણે હાલમાં ફરી એકવાર ફ્રાન્સમાં કોરોનાના કેસની સંખ્યા વધી જેમાં આગામી ૨૦ નવેમ્બરના ગુરૂનું મકર રાશિમાં થઈ રહેલું પરિવર્તન રાહતરૂપ રહેશે. ૨૦ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર દરમ્યાન પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો જણાશે. વૃશ્ચિક રાશિમાં કેતુનું ગોચર ભ્રમણ હજુ પણ દેશ અને દુનિયામાં ભારત સહિત ક્યારે પણ કોરોનાનું સંક્રમણ વધારી શકે છે જેથી સહુએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર રહેશે.
- ઈન્દ્રમંત્રી
મેષ (અ. લ. ઇ. )
The Lovers - ધ લવર્સનું કાર્ડ સ્વજનો અને મિત્રો સાથે આનંદપૂર્વક ચાલુ સપ્તાહના કાર્યો કરી પ્રશંસા મેળવી શકવાનું સૂચવી જાય છે. તમારી પ્રિય વ્યક્તિ સાથે ટુંકી મુસાફરી થશે. આરોગ્ય અંગે તકલીફ અનુભવી રહેલી વ્યક્તિઓને રાહત જણાશે. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૪, શુભ.
વૃષભ (બ. વ. ઉ.)
The Chariot - ધ શેરીઓટનું કાર્ડ રોજિંદા કાર્યોમાં સફળતા મેળવવાનું સૂચવી જાય છે. તમારા માનસન્માનમાં વધારો થાય તેવું બનશે. અવિવાહિત વ્યક્તિઓ યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક પરિવર્તન ઉદ્ભવશે. તા. ૧૩, ૧૪, ૧૫, ૧૬, શુભ.
મિથુન (ક. છ. ઘ.)
Justice - જસ્ટીસનું કાર્ડ કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત થવાનું અને કોઈ કાર્યમાં તમને થયેલા અન્યાયમાં પૂરતો ન્યાય મળી શકવાનું સૂચવી જાય છે. સહકુટુંબ ટુંકી મુસાફરી થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૧૫, ૧૬, ૧૭, શુભ.
કર્ક (ડ. હ.)
Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ પ્રબળ બને અને દ્રઢ સંકલ્પ દ્વારા નક્કી કરેલા કાર્યોમાં સફળતા મેળવવાનું સૂચવી જાય છે. સ્વજનો અને મિત્રોની પ્રશંસા મેળવી શકો તેવું કાર્ય કરી શકશો. દૂર વસતા સ્વજનો સાથે મુલાકાત થશે. તા. ૧૧, ૧૨, ૧૭, શુભ.
સિંહ (મ. ટ.)
The Star - ધ સ્ટારનું કાર્ડ તમારો જે ઉદ્દેશ હશે તે ફળીભૂત થવાનું અને એકાદ મહત્વનાં કાર્યમાં અણધારી સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. ઉઘરાણીનાં નાણાં છૂટા થશે. નાણાંકીય દ્રષ્ટિએ કોઈ તકલીફ આવી હશે તે ધીમે ધીમે દૂર થશે. તા. ૧૩, ૧૪, શુભ.
કન્યા (પ. ઠ. ણ.)
The Sun - ધ સનનું કાર્ડ તમારો આશાવાદ પ્રબળ બને અને નવા કાર્યોનું આયોજન થવાનું સૂચવે છે. આવકમાં વધારો થશે તથા ભવિષ્ય માટે નાણાંકીય બાબતોનું આયોજન થઈ શકશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૧૧, ૧૨, ૧૫, ૧૬, શુભ.
તુલા (ર. ત.)
Judgement - જજમેન્ટનું કાર્ડ કોઈ મોટી દુર્ઘટના અથવા ન ધારેલી સમસ્યાઓમાંથી તમે હેમખેમ બહાર નીકળી શકવાનું સૂચવે છે. વિદેશયાત્રા અંગે પ્રયત્ન કરી રહ્યા હો તો સફળતા મળશે. વારસાગત બાબતોનો લાભ મળશે. તા. ૧૩, ૧૪, ૧૭, શુભ.
વૃશ્ચિક (ન. ય.)
World - વર્લ્ડનું કાર્ડ તમારા કોઈ કાર્યની સફળતાપૂર્વક પૂર્ણાહૂતિ થવાનું અને તમારા નવા કાર્યોની શરૂઆત થવાનું સૂચવી છે. પરદેશગમન અંગેની તક પ્રાપ્ત થશે. સ્વજનોનો સહકાર મેળવી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તા. ૧૧, ૧૨, ૧૫, ૧૬, શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.)
Temperance - ટેમ્પરેન્સનું કાર્ડ તમારું ધૈર્ય અને સતત કરેલા પુરૂષાર્થનું અગત્યના કાર્યોમાં ચાલુ સપ્તાહ દરમ્યાન શુભફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમે આનંદવિભોર બની જઈ તમારી સફળતાનું શ્રેય મિત્રો અને સ્વજનોને જણાવી શકશો. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૪, શુભ.
મકર (ખ. જ.)
The Tower - ધ ટાવરનું કાર્ડ ભવિષ્યમાં તમારા વર્તમાન જીવનમાં નવા ફેરફારો ઉદ્ભવવાનું સૂચવી જાય છે જે તમારા માટે લાભદાયક હશે. જે કાર્યમાં વિલંબ થઈ રહ્યો હશે તે ધીમે ધીમે ઉકેલાશે. આવકમાં વધારો થશે. આરોગ્ય સુખાકારી સારી જળવાઈ રહેશે. તા. ૧૩, ૧૪, ૧૫, ૧૬, શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.)
The Hermit - ધ હેરમીટનું કાર્ડ કોઈ કાર્યને લઈ તમે મૂંઝવણ કે એકલતા અનુભવી રહ્યા હશો તેનો યોગ્ય ઉકેલ આવવાનું સૂચવી જાય છે. આશાવાદ પ્રબળ બનવાની સાથે તમારા ઉત્સાહમાં વધારો થાય તેવો પ્રસંગ બનવા પામશે. તા. ૧૫, ૧૬, ૧૭, શુભ.
મીન (દ. ચ. ઝ. થ.)
The High Priestess - ધ હાઈપ્રિસ્ટેસનું કાર્ડ જ્ઞાાન અને હોંશિયારીનો ઉપયોગ કરી શકો તેવી ઘટના બનવાનું સૂચવે છે. જીવનસાથીનો સહકાર મળશે. કાર્યક્ષેત્રે લાભદાયક ફેરફારો સાથે સહકાર્યકરોનો સહકાર મેળવી શકશો. તા. ૧૧, ૧૨, ૧૭, શુભ.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GPal1l
No comments:
Post a Comment