SMC ના બેલદારના વિધવા માતાનું બેન્ક ખાતું હેક કરી રૂ.1 લાખ ઉપાડાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 20 October 2020

SMC ના બેલદારના વિધવા માતાનું બેન્ક ખાતું હેક કરી રૂ.1 લાખ ઉપાડાયા

સુરત, તા.20 ઓક્ટોબર 2020, મંગળવાર

સુરત મહાનગરપાલિકામાં બેલદાર તરીકે ફરજ બજાવતા નવાગામ ડિંડોલીના યુવાનની વિધવા માતાના બેન્ક એકાઉન્ટને હેક કરી ભેજાબાજે 15 ઑગષ્ટથી માત્ર ચાર દિવસમાં 8 ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી એટીએમ મારફતે રૂ.1 લાખ ઉપાડી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની સુરતમાં નવાગામ ડિંડોલી ગાયત્રીનગર પાસે ડો.આંબેડકર આવાસ એ/01 રૂમ નં.3 માં રહેતો 28 વર્ષીય અવિનાશ રાજુભાઈ સિરસાઠ સુરત મહાનગરપાલિકામાં બેલદાર તરીકે નોકરી કરે છે. વર્ષ 2017 માં ચાલુ ફરજે તેના બેલદાર પિતાનું અવસાન થતા અવિનાશની માતા મંગલાબેનને પેંશન મળતું હતું અને તે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બોમ્બે માર્કેટ શાખામાં જમા થતું હતું. દરમિયાન, અવિનાશ ગત 2 સપ્ટેમ્બરના રોજ ઉધના હરિનગર 2 ની પાછળ એક્સીસ બેન્કના એટીએમમાં માતાના એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા ગયો ત્યારે અગાઉનારૂ.1.50 લાખથી વધુના બેલેન્સની સામે માત્ર રૂ.54,000 બેલેન્સ હતું.આથી તેણે તરત જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બોમ્બે માર્કેટ શાખામાં જઈ તપાસ કરી તો 15 ઑગષ્ટથી માત્ર ચાર દિવસમાં 8 ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી એટીએમ મારફતે રૂ.1 લાખ ઉપાડાયા હતા.પોતે પૈસા ઉપાડયા ન હોય કોઈક ભેજાબાજે બેન્ક એકાઉન્ટ હેક કરી આ રકમ ઉપાડી લીધાની ફરિયાદ અવિનાશે આજરોજ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવતા પીઆઈ એચ.એમ.ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FLV6Wh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages