પુત્રીને RTE હેઠળ પ્રવેશ આપવાની લાલચ આપી: સોશિયલ મિડીયા થકી બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 20 October 2020

પુત્રીને RTE હેઠળ પ્રવેશ આપવાની લાલચ આપી: સોશિયલ મિડીયા થકી બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ


સુરત તા. 20 ઓક્ટોબર 2020 મંગળવાર
બે સંતાનની માતા સાથે ફેસબુકના માધ્યમથી પરિચય કેળવ્યા બાદ પુત્રીને આરટીઇમાં પ્રવેશ અપાવવાની લાલચ આપી છેલ્લા એક મહિનામાં ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચરી ભગાડી ગયા બાદ તરછોડી દેનાર એનસીપીના સક્રિય કાર્યકર અને રીઢા ગુનેગાર વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાય છે.
શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા ફેસબુકના માધ્યમથી અનિલ કાળુભાઇ માંગુકીયા (રહે. ઘર નં. 45, સરદાર નગર સોસાયટી, કોસાડ આવાસ ગેટ નં. 5ની સામે, અમરોલી) ના સંર્પકમાં આવી હતી. શરૂઆતમાં મેસેન્જર પર વાતચીત કર્યા બાદ બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી વાતચીત કરતા હતા. દરમ્યાનમાં પરિણીતાએ મોટી પુત્રીને આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવાની વાત કરતા અનિલે પ્રવેશ અપાવી દેવાની લાલચ આપી મળવા બોલાવી પ્રેમજાળમાં ફસાવવાનું ચાલુ કર્યુ હતું. અનિલ પોતે વકીલ હોવાનું અને રાજકીય વગ ધરાવતો હોવાની સાથે એનસીપીનો સક્રિય કાર્યકર હોવાની ઓળખ આપી પુત્રીના પ્રવેશના બહાને અમરોલી વિસ્તારમાં અજ્ઞાત સ્થળે લઇ જઇ જબરજસ્તી દુષ્કર્મ કર્યુ હતું. અનિલ એક વખત નહીં પરંતુ એક મહિનામાં જ ત્રણથી ચાર વખત દુષ્કર્મ કર્યુ હતું અને ત્યાર બાદ લગ્ન કરવાની લાલચ આપી અનિલ પરિણીતાને ભગાડી ગયો હતો.


રહસ્યમય સંજોગોમાં પરિણીતા ગુમ થઇ જતા તેના પરિવારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે ગત રોજ પરિણીતા મળી આવી હતી અને અનિલે ફેસબુકના માધ્યમથી પરિચય કેળવી પુત્રીના પ્રવેશની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યાનું જણાવતા આ અંગે અમરોલી પોલીસે અનિલ વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી છે. પોલીસે અનિલ અંગેની હાથ ધરેલી તપાસમાં જુનિયર વકીલ તરીકે પ્રેક્ટીસ કરે છે અને એનસીપી સુરતના લીગલ સેલનો સેક્રેટરી હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ અંગે પીએસઆઇ એમ.જી. રાઠોડ તે અંગેની તપાસ પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અનિલ વિરૂધ્ધ શહેરના અમરોલી, વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા સહિતના પોલીસ સ્ટેશનમાં દારૂ, મારામારી, છેડતીના 17થી વધુ કેસ નોંધાયા છે અને પત્ની સાથે આઇપીસી 498નો કેસ પણ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37w4Orv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages