
હું ૨૮ વરસની યુવતી છું. સોનાના ઘરેણાં પહેરવાનો હવે જમાનો રહ્યો નથી તેથી નવી-નવી ડિઝાઇનનાં નકલી ઘરેણાં પહેરવાનો ખૂબ જ શોખ છે. પરંતુ નકલી આભૂષણો પહેર્યાં પછી ત્વચા પર દાણા ફૂટી નીકળે છે. મારી આ સમસ્યાને હલ કરતો ઉપાય જણાવશો.
એક યુવતી (વલસાડ)
* તમારી સમસ્યા પરથી જણાય છે કે તમારી ત્વચા વધુ પડતી સંવેદનશીલ છે. અને નકલી ઘરેણાં તમારી ત્વચાને અનુકુળ નથી. તેથી તમે તેનો ઉપયોગ ઓછો કરો તો સારું. કોઇ ખાસ પ્રસંગે નકલી ઘરેણાં પહેરતાં પહેલાં ત્વચા પર એન્ટિસેપ્ટિક ક્રિમ અથવા તેલ લગાવો, જેથી ઘરેણાં સીધાં જ ત્વચાના સંપર્કમાં ન આવે. ઘરેણાંના ઉપયોગ બાદ તરત જ ઘરેણાં કાઢી નાખવા.
હું ૧૮ વરસની યુવતી છું. મારો વાન શામળો છે. તેથી મારે કેવા રંગના પોશાક પહેરવા તેમજ કેવાં પ્રસાધનોનો ઉપયોગ કરવો જોઇએ જેનાથી મારા શ્યામ રંગનું સૌંદર્ય ખીલી ઊઠે. મારો ઉપરનો હોઠ નીચેના હોઠ કરતાં વધુ કાળો છે. તેને ગુલાબી બનાવવાનો ઉપાય જણાવશો. કોલેજમાં મારુ ંપ્રથમ વરસ હોવાથી હું બહુ દ્વિધામાં છું.
એક યુવતી (અમદાવાદ)
* તમે ઘેરા રંગ કરતાં આછા રંગના વસ્ત્રો પહેરો. બદામી,આસમાની, સફેદ, આછા પીળા, લીલાં, ગુલાબી જેવા રંગ પહેરી શકાય.ઘેરા રંગના પ્રસાધનો કરતાં હળવા શેડવાળાં મેકઅપનાં પ્રસાધનોનો ઉપયોગ વધુ કરો.
* હોઠની કાળાશ ઓછી કરવા માટે સૌ પ્રથમ હોઠ પર ટેલકમ પાઉડર અથવા ફાઉન્ડેશન લગાડો.ત્યાર બાદ લિપસ્ટિક લગાવો. લિપસ્ટિકનું ડબલ ક્વોટ તેના પર લગાવો.
* લિપગ્લોસ ઉપરના હોઠ પર ન લગાવતાં નીચેના હોઠ પર લગાવો. જેથી ઉપરના હોઠની કાળાશ છુપાઇ જશે. હોઠને દરરોજ કાચા દૂધથી સાફ કરશો. વેસેલિન અથવા ચેપસ્ટિક પણ હોઠ પર લગાવશો જેનાથી તમારા હોઠની આભા ગુલાબી બની રહેશે.
હું ૩૩ વરસની મહિલા છું. મારે એ જાણવું છે કે ચહેરા પર લગાડવા માટે બજારમાં મળતું ક્યું સુખડ ઉપયુક્ત ગણાય, સુખડનું લાકડું કે તેનો પાવડર ?
એક યુવતી (પેટલાદ)
* ચહેરા પર ફોડલીઓ થાય ત્યારે માત્ર સુખડ લગાડવામાં આવે છે, પણ અન્ય ઉપચાર માટે સુખડને ફેસપેક સાથે મિશ્રિત કરી લગાવાય છે. બંને રીતે લગાવવા માટે સુખડનો પાવડર સારો રહેશે, પરંતુ માત્ર સુખડની પેસ્ટ જ લગાવવી હોય તો તેનું લાકડું ઘસીને લગાડવું વધારે ફાયદાકારક છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3izJiUn
No comments:
Post a Comment