દારૂની ખેપ વેળા અંબિકા નદીમાં કાર ખાબકયા બાદ ફરાર ખેપિયો પકડાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 20 October 2020

દારૂની ખેપ વેળા અંબિકા નદીમાં કાર ખાબકયા બાદ ફરાર ખેપિયો પકડાયો


સુરત તા. 20 ઓક્ટોબર 2020 મંગળવાર
દોઢ વર્ષ અગાઉ બહેનના લગ્ન માટે દમણથી દારૂની ખેપ મારતી વેળા પોલીસે પીછો કર્યો હતો પરંતુ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર અંબિકા નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં ચાલક ઝડપાય ગયો હતો જયારે બહેનના લગ્ન માટે દારૂની ખેપ મારનાર ભાગી ગયો હતો જેને ખટોદરા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ખટોદરા પોલીસના હે. કોન્સ્ટેબલ મનુ મોતીભાઇ અને કોન્સ્ટેબલ જયેશ વેલાભાઇને મળેલી બાતમીના આધારે પોલીસે પનાસ ગામ નહેર પાસેથી સુનીલ જોગજી ઠાકોર (ઉ.વ. 27 રહે. બી 78, ટેકરી ફળિયું, બુડીયા ગામ તથા શિવમ એપાર્ટમેન્ટ, પાર્લે પોઇન્ટ અને મૂળ દાસજ ગામ, તા. સિધ્ધપુર, જિ. પાટણ) ને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષ અગાઉ સુનીલની બહેનના લગ્ન હતા તે દરમ્યાન મહેમાનોને દારૂ પીરસવા માટે દમણ દારૂ લેવા ગયો હતો. દરમ્યાનમાં દમણથી દારૂ ભરી વલસાડ કોસ્ટલ હાઇવે થઇ બિલીમોરા-નવસારીથી સુરત આવી રહ્યા હતા. દરમ્યાનમાં બિલીમોરા પોલીસને શંકા જતા પોલીસે કારનો પીછો કર્યો હતો. તે દરમ્યાન કાર ચાલક સુનીલના મિત્ર ચેતન મોહન રાજપૂતે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર અંબિકા નદીમાં ખાબકી હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી અને ચેતન પોલીસના હાથમાં આવી ગયો હતો. જયારે સુનીલ ભાગી ગયો હતો જેને આજે ખટોદરા પોલીસે ઝડપી પાડયો હતો.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hhr0uA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages