64 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના જપ્ત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 October 2020

64 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના જપ્ત


(પ્રતિનિધિ  દ્વારા) મુંબઇ,તા. 25 ઓક્ટોબર 2020, રવિવાર

પુણે- બેગ્લુરુ હાઇવે પર ખાનગી લકઝરી બસમાં છાપો મારીને પોલીસે ગેરકાયદે લઇ જવામાં આવી રહેલા ત્રણ કરોડ ૬૪ લાખ રૂપિયાની કિંમતના સોના, ચાંદીના દાગીના જપ્ત કર્યા હતા.

કરાડથી સાતારા તરફ જતા રસ્તા પર પોલીસે રાતે નાકાબંધી કરી હતી. ત્યારે કોલ્હાપુરથી પુણે જઇ રહેલી ખાનગી લકઝરી બસમાં દાગીના હોવાની માહિતી બોરગાવ પોલીસને મળી હતી.

પોલીસે નાગઠાણે ચૌક પાસે બસ અટકાવી હતી બસની અંદર સફેદ ગુણીમઓ હતી. આથી પોલીસે આ ગુણીની તપાસણી કરી હતી.

દરમિયાન અંદાજે  ૫૯૧ કિલો ચાંદીના દાગીના, વસ્તુ તથા સોનાના દાગીના મળી આવ્યા હતા. એની કિંમત અંદાજે  ત્રણ કરોડ ૬૪ લાખ રૂપિયા છે.

પોલીસે બસના ડ્રાઇવરની પૂછપરછ કરી હતી. તેણે કોલ્હાપુરના  સોનસિંહ અમોલ મનોજકુમારના નામ જણાવ્યા હતા. પોલીસે તેમની પણ પૂછપરછ કરી હતી. પણ તેઓ દાગીના બાબતે સમાધાનકારક જવાબ આપી શકયા નહોતા. તેમની પાસે દાગીનાના જરૂરી દસ્તાવેજ પણ નહોતા. પોલીસે મામલાની નોંધ લઇ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Hev2C

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages