
મુંબઇ,તા.26 ઓક્ટોબર 2020, રવિવાર
સમગ્ર દેશ અને રાજ્યમાં કાંદાના ભાવ આસમાનને આંબતા હવે કાંદા ચોરીની પહેલી પસંદ બની ગયા છે. કાંદાના વધતા ભાવ વચ્ચે પુણેમાં ચોરટાઓએ બે ગોદામમાંથી ૫૫૦ કિલો કાંદા ચોરી લીધા હોવાનુ બહાર આવ્યું છે. પુણે જિલ્લાના જુન્નર તાલુકામાં કાંદા ચોરીની આ ઘટના ગુરૂવારે બની હતી. આ ચોરીની ઘટના બાદ ખેડૂતોએ ભેગા મળી કાંદા ચોરી કરનાર બે જણમાંથી એક એવા સંજય પારધીને પકડી નારાયણ ગાંવ પોલીસને હવાલે કરી દીધો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર જુન્નરના મંજરવાડી પાસે આવેલ દેવચી જલી ગામમાં વ્યવસાયે ખેડૂત એવા દત્તાત્રેય થોરાત (૩૨)એ તેના બે ગોદામમાં પપ કિલોની ગુણી ધરાવતા ૩૮ ગુણી કાંદાનો સંગ્રહ કર્યો હતો. કાંદાના ભાવ સતત વધી રહ્યા હોવાથી તેઓ દર અમૂક કલાકે ગોદામની મુલાકાત લેતા રહેતા. દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે ૨.૩૦ વાગ્યે તેઓ ગોદામની મુલાકાત ગયા ત્યારે બે જણા ત્યાં થ્રી વ્હિલર ટેમ્પો લઇ આવ્યા હતા અને તેનુ ગોદામ ખોલી કાંદા ચોરી રહ્યા હતા. તેમણે તરત જ બુમા-બુમ કરી મૂકતા એક ચોર ત્યાંથી ભાગી છૂટયા હતો જયારે બીજો ચોર સંજય પારધી ત્યાં દોડી આવેલ અન્યોના હાથમાં પકડાઇ ગયો હતો.
જોકે થોરાતમા ગોદામમાંથી ત્રણ અને બાજુના અનિલ પાટીલના ગોદામમાંથી સાત ગુણી કાંદા ચોરાઇ ગયો હોવાનુ બહાર આવ્યા હતુ દરેક ગુણીમાં ૫૫ કિલો કાંદાને હિસાબે ૫૫૦ કિલો કાંદા ચોરાઇ ગયા હતા. આ ઘટના બાદ ખેડૂતોએ મળી ચોર પારધીને નારાયણ ગાંવ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ હવે તેના બીજા સાથીને શોધી રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FYRMax
No comments:
Post a Comment