નવરાત્રી પૂર્ણ થતાં ઠંડી આકરી બની:તાપમાન 19.5 ડિગ્રીએ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 26 October 2020

નવરાત્રી પૂર્ણ થતાં ઠંડી આકરી બની:તાપમાન 19.5 ડિગ્રીએ


ગાંધીનગર,તા.26 ઓકટોબર 2020, સોમવાર

ગાંધીનગર શહેરમાં નવરાત્રી પૂર્ણ થતાં જ આકરી બની રહેલી ઠંડીનો અહેસાસ નગરજનોને થઈ રહયો છે ત્યારે સોમવારે લઘુત્તમ તાપમાન ૧૯.પ ડિગ્રીએ પહોંચી ગયું હતું. 

ધીમી ગતિએ શરૂ થયેલી શિયાળાની મોસમની ઠંડી શનિવારે અચાનક જ આક્રમક બની હતી. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનના પારામાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં નગરજનોને તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. તો બીજી તરફ દિવસના તાપમાનમાં પણ ઘટાડો નોંધાતાં તેની અસરનો સામનો નગરજનોને કરવો પડયો હતો. રવિવારે લઘુત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં ૨૦ ડિગ્રીએ આવીને અટક્યું હતું.

તો મહત્તમ તાપમાનના પારામાં પણ એક ડિગ્રીનો ઘટાડો નોંધાતાં ૩૬ પહોંચ્યું હતું.  આમ સોમવારે દિવસ અને સવારના તાપમાનમાં ઘટાડો નોંધાતાં ઠંડીનો અહેસાસ પણ નગરજનોને કરવો પડયો હતો. લઘુત્તમ તાપમાન ૧૯.પ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૪.પ ડિગ્રીએ આવીને અટકયું હતું. 

આમ ધીમી ગતિએ શરૂ થયેલી ઠંડી અચાનક જ આક્રમક બનતાં નગરજનોને પણ તેજ ઠંડીનો અનુભવ થયો હતો. આગામી દિવસોમાં ઠંડી વધુ આક્રમક બનશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37NgiH1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages