
- બીજી બાજુ જિલ્લા પંચાયતના સદસ્યએ નિવૃત્ત શિક્ષક પર જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
મહીસાગર જિલ્લાના વીરપુરના ભાજપ અગ્રણી મુકેશભાઇ શુક્લના ઘર પર અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરાતા ઘરના પાકગમાં રહેલ ગાડીઓના કાચ તોડવામાં આવ્યા સાથે ઘર અને ઓફિસ પર પત્થર મારો કરી નુકશાન પંહોચાડવામાં આવ્યું છે.
તો સામે પક્ષે નિવૃત શિક્ષક તેમજ પેટ્રોલ પમ્પના માલિક મહેન્દ્રભાઇ બારોટ કે જેમના પર મુકેશ શુક્લના દીકરા જિલ્લા પંચાયત સદસ્ય પિનાકીન શુક્લ દ્વારા હુમલો કરવામાં આવતા તેમને પહેલા લુણાવાડા ત્યાર બાદ આણંદ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે તેમના દીકરાએ મોડી રાત્રે પિનાકીન શુક્લ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જેની તપાસ પોલીસ કરી રહી છે.
વિરપુરના મુકેશ શુકલ ભાજપ અગ્રણી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા દિલ્હી ગયા હતા અને તેમના પુત્ર પિનાકીન શુક્લ જેઓ જિલ્લા પંચાયત સદસ્ય છે તેઓ પણ ગઈ કાલે બહાર હતા અને મોડા ઘરે આવેલા ત્યારબાદ આ બનાવ બન્યો જેમાં મહેન્દ્ર બારોટની સાથે પિનાકીન શુક્લને બોલાચાલી થયેલી ત્યારબાદ પિનાકીન શુક્લએ જ્ગ્યા છોડી દિધેલી તેવું મુકેશ ભાઈ શુક્લના પૌત્ર પૃથ્વીરાજ શુક્લ જણાવી રહ્યા છે તેમણે પોતાના ઘર પર થયેલા હુમલાને રાજકીય સ્ટંટ ગણાવ્યું અને હાલમાં આવી રહેલી સ્થાનિક ચૂંટણીઓના કારણે આ ઊભું કરેલી સાજિશ ગણાવી સામા પક્ષે પોલીસની રાહબરીમાં આ હુમલો કરાવ્યો અને પોલીસ ને જાણ કરવા છતાં પોલીસ આવી નહીં આવા આતંકી તત્વો ને પોલીસ છાવરે છે અને વિરપુર તેમજ અમારા પરિવાર ને બદનામ કરવા આ એક ચાલ છે. તેવો આક્ષેપ છે.ે હુમલાના સી.સી.ટી.વી પણ સામે આવ્યા છે ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે તેમ જણાવે છે. બીજી તરફ સ્થાનિક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે જેના સંદર્ભે આ બબાલ થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મુકેશ શુક્લના ઘર પર ગઈરાત્રે અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરી પથથર બાજી કરવામાં આવી આ ઘટનાના સી.સી.ટીવી ફૂટેજ પણ શુક્લ પરિવારે આપ્યા હતા. જેમાં કેટલાક સખશો ગાડીઓના કાચ તોડતા નજરે પડે છે.
ડીવાયએસપી શું કહે છે ?
આ ઘટનામાં સિનિયર સીટીઝન પર પિનાકીન શુક્લ અને તેના સાથી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ પર જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે વાહિયાત છે અને બેબુનિયાદ છે. પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી હતી અને અમે ફરિયાદ લેવા માટે મુકેશભાઈના ઘરે પણ ગયા હતા પણ તેમણે હુમલા અંગે કોઈ ફરિયાદ નોંધવી નથી. પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે પોલીસ ને બદનામ કરી પોલીસ નું મોરલ તોડવામાં આવી રહ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32G8vYL
No comments:
Post a Comment