
- નડિયાદ શહેર- તાલુકામાં ૬, ઠાસરામાં બે, મહેમદાવાદ અને વસોમાં એક- એક કેસ સાથે કુલ આંક ૧૨૧૮ થયો
ખેડા જીલ્લામાં આજે વધુ દશ કોરાનાના કેસો નોધાયા છે.નડિયાદ શહેરમાં આજે ચાર અને તાલુકામાં બે કોરોના પોઝીટીવ કેસો નવા સામે આવ્યા છે. આ ઉપરાંત ઠાસરામાં બે,મહેમદાવાદ અને વસોમાં એક-એક કોરોનાના નવા કેસ નોધાયો છે.
આથી જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૧૨૧૮ પહોંચ્યો છે.આજે પણ જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુનો સિલસિલો અવિરત રહ્યો છે. જેમાં એક વ્યક્તિનુ મૃત્યુ નિપજ્યુ છે.
ખેડા જિલ્લામાં કોરોનાના કહેર યથાવત જોવા મળી રહ્યો છે.યાત્રાઘામ ડાકોરમાં બુધવારના રોજ નવ જેટલા કોરોનાના નવા કેસો નોધાયા હતા.જેમાં આજે બે નવા કોરોનાના કેસોનો વધારો થયો છે.જિલ્લાના વડા મથક નડિયાદમાં આજે નવા ચાર કેસોનો ઉમેરો થયો છે.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રોગ અટકાયતી વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે તેમ છતા ક્યાકં ને ક્યાંક તંત્ર નિષ્ફળ નિવડયુ હોય તેમ સરકારી આંકડા પરથી જાણી શકાય છે.સરકારી કચેરીઓ બાદ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર રેન્ટીજન ટેસ્ટની માત્રામાં વધારો કરાયો છે.જ્યારે ધનવંતરી રથના માધ્યમથી જિલ્લા ના નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનુ આરોગ્ય કર્મચારીઓ પાસેથી માહિતી મળી છે.
કઠલાલ શહેરમાં આવેલ આઝાદ પોળમાં રહેતા અરૂણાબેન રમેશચંદ્ર જોષી ઉં.૭૫ કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે.તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા તેઓનુ આજે મૃત્યુ નિપજયા છે.
નડિયાદ શહેરમાં નોંધાયેલા કેસ
* પુરુષ ઉં.વ.૩૪ કમલેશ પાર્ક નડિયાદ, * પુરુષ ઉં.વ.૬૪ ગુજરાત હાઉસીંગ બોર્ડ નડિયાદ. * બાળક ઉં.વ.૩ ચકલાસી ભાગોળ,નડિયાદ, * બાળક ઉં.વ.૯ ફુલબાઇ માતા વિસ્તાર ચકલાસી ભાગોળ,નડિયાદ, * પુરુષ ઉં.વ.૪૫ રોહિતવાસ મહોળેલ, * મહિલા ઉં.વ.૫૫ જાવોલની મૂવાડી ,નડિયાદ
જીલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસ
* પુરુષ ઉં.વ.૫૮ વાવવાળુ ફળીયુ ગોપાલપુરા,ડાકોર તા.ઠાસરા, * પુરુષ ઉં.વ.૯૧ અશક્ત આશ્રમ,ડાકોર તા.ઠાસરા, * પુરુષ ઉં.વ.૫૮ મોટી ખડકી વાઠવાડી તા.મહેમદાવાદ, * પુરુષ ઉં.વ.૬૫ સુથાર ફળીયુ,ખાંઘલી તા.વસો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mzGU34
No comments:
Post a Comment