'મુંબઈ હમારી જાન !' કંગના રાણાવત એકલી પડી છ મુંબઇ માટે સેલિબ્રિટી ભેગી થઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 4 September 2020

'મુંબઈ હમારી જાન !' કંગના રાણાવત એકલી પડી છ મુંબઇ માટે સેલિબ્રિટી ભેગી થઈ


મુંબઈ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

એક તરફ સીબીઆઈ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહી છે ત્યારે બીજી તરફ સેલિબ્રિટીઓ  સોશિયલ મીડિયા પર પોતાનો મત આપી રહ્યા છે. અભિનેત્રી કંગના રાણાવત  સુશાંતના મૃત્યુના દિવસથી જ કેટલાક નિવેદનો આપી રહી છે . કંગનાએ વંશવાદ, જૂથવાદ, મુંબઇ માફિયા જેવા ઘણા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. આ અંગે માત્ર કંગના જ નહીં પરંતુ શિવસેનાના નેતા સંજય રાઉતે પણ પોતાના મત વ્યક્ત કર્યા છે.

થોડા દિવસો પહેલા કંગનાએ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે હવે તે મુંબઈ પોલીસથી ડરી ગઈ છે. તેમના નિવેદન પર રાઉતે તેમને મુંબઈ પાછા ન ફરવાની સલાહ પણ આપી હતી. સંજય રાઉતે કહ્યું હતું કે જો કંગનાને મુંબઈ રહેવાનો ડર લાગતો હોય તો તે પાછી નહી આવે. કંગનનાના મંતવ્ય ઉપર બોલીવુડની હસ્તીઓએ તેમની પ્રતિક્રિયા આપવું  શરૃ કરી દીધું  છે. કંગના મુંબઈના મુદ્દે એકલી પડીગઈ હોવાનું દેખાઈ આવે છે. 

કંગના રાણાવત તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું. તેમાં તેણે લખ્યું હતું કે શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે ફરી થી મુંબઈ નહી આવશો.  અગાઉ મુંબઈના માર્ગો પર આઝાદીનું નારા લગાવાયું હતું અને હવે તેને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે. કેમ હવે મુંબઈ પીઓકે જેવું દેખાય છે?

કંગનાના નિવેદનથી હોબાળો થયો હતો. તેની ટીકા  કરવામાં આવી. બોલિવૂડના ઘણા કલાકારોએ સોશ્યલ મીડિયા પર પોતાના મંતવ્યો શેર કર્યા હતા. અભિનેત્રી સ્વરા ભાસ્કરે મુંબઈ પોલીસના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. સુશાંત પ્રકરણમાં આ પહેલા સ્વરા ભાસ્કર એ લખ્યું હતું કે, ધબીજા રાજ્યના નાગરિક તરીકે, લગભગ ૧૦ વર્ષથી મુંબઈમાં રહેતી એક સ્વતંત્ર કામ કરતી મહિલા અને મુંબઇની નાગરિક, હું એટલું જ કહેવા માંગુ છું કે મુંબઈ એ સલામત શહેર છે જેમાં આપણે કામ કરી શકીએ અને સુરક્ષિત રહી શકીએ છે .ધ મુંબઈ એક સુરક્ષિત અને સરળ શહેર છે. મુંબઈ પોલીસને સુરક્ષિત રાખવા બદલ મુંબઈ પોલીસનો આભાર.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31XB3MO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages