દાંતીવાડા,તા.11 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
દાંતીવાડા તાલુકાનું છેવાડાના સાતસણ ગામે આવેલો પુલ છેલ્લા ત્રણ વર્ષથી તુટેલી હાલતમાં પડયો છે. ૨૦૧૭માં ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડતા આ પુલ તુટી ગયો હતો. જેના કારણે આજુબાજુના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ અંગે ગામ લોકોએ પુલ રિપેરીંગ કરવા અથવા નવો બનાવવા માટ ેઅનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ જવાબદાર તંત્ર દ્વારા માત્ર આશ્વાસન સિવાય કોઈ કામગીરી કરવામાં આવી નથી. છતાં આજદિન સુધી જવાબદાર તંત્ર દ્વારા તુટેલા પુલને રિપેરીંગ કે નવો બનાવવાની તસ્દી પણ લેવામાં આવી ન હોવાથી ગામલોકોને ચિંતા સતાવી રહી છે કે જો વરસાદ વધુ આવશે તો ગામ સંપર્ક વિહોણું બની જશે. જેના જીવનું જોખમ વધવા પામ્યું છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા તાકીદે સાતસણ ગામને જોડતો પુલ નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
૨૦૧૭માં જિલ્લામાં સારો વરસાદ પડતા પુરના કારણે પુલ તુટી ગયો હતો. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો અને ચેકડેમો ઊંડા ઉતારી જળસંચયની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ તુટેલો પુલ બિસ્માર હાલતમાં પડયો છે તેની તંત્ર દ્વારા ભાળ પણ લેવામાં આવતી નથી. જેના કારણે સાતસણ તેમજ આજુબાજુના ગામોના ખેડૂતોમાં રાજ્ય સરકારની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.
ધારાસભ્ય શું કહે છે?
આ બાબતે ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય નાથાભાઈ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મેં આ બાબતે બે વાર સરકારમાં રજૂઆત કરી છે. છતાં આ વાત સરકારે કોઈ ધ્યાને લીધી નથી. ત્યારે જ્યાં સુધી આ પુલની દરખાસ્ત સરકાર મંજૂર નહી કરે ત્યાં સુધી આ પરેશાની ચાલુ રહેશે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hrBZ0u
No comments:
Post a Comment