ટ્રાયલમાં ખામી : ભારતે પણ એસ્ટ્રાજીનિકાનું પરીક્ષણ અટકાવ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 10 September 2020

ટ્રાયલમાં ખામી : ભારતે પણ એસ્ટ્રાજીનિકાનું પરીક્ષણ અટકાવ્યું


નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર

એસ્ટ્ર્રાજીનિકાના પરીક્ષણમાં ખામી રહી ગઈ હોવાના દાવા પછી ટ્રાયલ રદ્ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતમાં થઈ રહેલાં 17 પરીક્ષણો તાત્કાલિક અસરથી અટકાવી દેવાયા હતા. અમેરિકા-બ્રિટને પણ ટ્રાયલ રોકવાનો નિર્ણય કર્યો છે.

એસ્ટ્રાજીનિકાએ કોરોના વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હાથ ધર્યું હતું, પરંતુ બ્રિટનમાં એક દર્દીને તેની ગંભીર આડઅસર થયાનું બહાર આવતા પરીક્ષણો રોકી દેવામાં આવ્યા છે. ભારતે પણ તાત્કાલિક અસરથી પરીક્ષણો અટકાવી દીધા છે.

અમેરિકાના ટોચના હેલ્થ ઓફિસર્સે કહ્યું હતું કે હવે વેક્સિન સંપૂર્ણ રીતે તૈયાર થશે પછી જ લોંચ કરાશે. બ્રિટને પણ ટ્રાયલ અટકાવવનો નિર્ણય કર્યો હતો. ભારતના સીરમ ઈન્સ્ટિટયૂટના કહેવા પ્રમાણે એસ્ટ્રાજીનિકાના તમામ પરીક્ષણો બંધ કરી દેવાયા છે. 

અધિકારીઓના કહેવા પ્રમાણે એસ્ટ્રાજીનિકાની કોવિશિલ્ડ વેક્સિનનું પરીક્ષણ 17 સ્થળોએ થતું હતું. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નોટિફિકેશન પછી તુરંત પરીક્ષણ અટકાવી દેવાયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો થયો હતો કે એસ્ટ્રાજીનિકાની વેક્સિનના કારણે ગંભીર પરિણામો આવ્યા છે. દર્દીને બીજી જ બીમારી થઈ ગઈ છે. આ અહેવાલો પછી અમેરિકન સરકાર પણ સફાળી જાગી હતી.

દુનિયાભરમાં એ પછી ટ્રાયલ રોકવાનો નિર્ણય લેવાયો હતો. કંપનીના સીઈઓએ  આ મુદ્દે  સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જેમના પર પ્રયોગ થયો હતો એ દર્દીને ન્યૂરોલોજિકલ સમસ્યા હતી. તેના કારણે દવાની અસર થઈ છે. જોકે, બીમારી અંગે કંપનીએ સ્પષ્ટતા કરી ન હતી. તેમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે વર્ષના અંત સુધીમાં આ વેક્સિન તૈયાર થઈ જશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35rmJP0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages