દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 95 હજારથી વધુ કેસ, 1,000થી વધુનાં મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 10 September 2020

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 95 હજારથી વધુ કેસ, 1,000થી વધુનાં મોત


કોરોનાના 69 ટકા મોત મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં : સ્વાસ્થ્ય મંત્રાલય

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર

દેશમાં કોરોનાની સિૃથતિ વિકરાળથી વધુ વિકરાળ બની રહી છે. દેશમાં સતત ત્રીજા દિવસે 24 કલાકમાં કોરોનાના 95,000થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 10 લાખની નજીક પહોંચી ગયા છે.

બીજીબાજુ કેન્દ્ર સરકારે કોરોનાનો પ્રસાર અટકાવવા માટે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાના લક્ષણ હોવા છતાં રેપિડ એન્ટીજેન ટેસ્ટમં નેગેટિવ આવ્યા હોય તેવા બધા જ લોકોના આરટી-પીસીઆર માધ્મયથી ફરીથી ટેસ્ટ કરાવવા નિર્દેશો આપ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાથી 69 ટકા મોત મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં જ્યારે 74 ટકા એક્ટિવ કેસ સૌથી વધુ અસરગ્રસ્ત નવ રાજ્યોમાં નોંધાયા છે. 

દેશમાં ગુરૂવારે કોરોનાના નવા 96,492 કેસ નોંધાયા હતા તેમજ 1272 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 45,48,797 થઈ હતી જ્યારે મૃત્યુઆંક 76,207 થયો હતો.

જોકે, અત્યાર સુધીમાં 35,30,209 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. દેશમાં રિકવરી રેટ વધીને 77.60 ટકા થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 9,90,795 ઉપર પહોંચી ગયા છે જ્યારે મૃત્યુઆંક 28,282 થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના 74 ટકા એક્ટિવ કેસ સૌથી વધુ અસરગ્રસ્ત નવ રાજ્યોમાં નોંધાયા છે જ્યારે માત્ર ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને દિલ્હીમાં 69 ટકા દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

મંત્રાલયે ઉમેર્યું હતું કે દેશમાં કોરોનાના કુલ કેસમાંથી 60 ટકા કેસ પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. દેશમાં હાલ 9,19,018 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 20.58 ટકા છે.

દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાના લક્ષણ હોય પરંતુ રેપીડ એન્ટીજેન ટેસ્ટમાં નેગેટિવ આવ્યા હોય તેવા બધા જ લોકોની ફરીથી તપાસ કરવા નિર્દેશ આપ્યા છે. આ બધા જ લોકોના આરટી-પીસીઆર મારફત ફરીથી ટેસ્ટ કરવામાં આવશે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, કેટલાક મોટા રાજ્યોમાં રેપિડ એન્ટીજેન ટેસ્ટમાં નેગેટિવ આવેલા લક્ષણવાળા કેસોની આરટી-પીસીઆર તપાસ નથી થઈ રહી. આ રાજ્યોએ તાવ, ખાંસી આૃથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા કોરોનાના લક્ષણ ધરાવતા લોકોના આરટી-પીસીઆર ટેસ્ટથી પરીક્ષણ કરવાની ખાતરી કરવી જોઈએ. કોઈ સંભવિત પોઝિટિવ કેસ છૂટી ન જાય તે રાજ્યોએ જોવું જોઈએ.

લોકો કોરોનાને હળવાશથી ન લે, માસ્ક પહેરે : મોદી

નવી દિલ્હી, તા.10 

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે લોકોને કોરોના વાઈરસને હળવાશથી નહીં લેવા અને ફેસ માસ્ક પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાના નિયમોનું ચુસ્તતાથી પાલન કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે વૈજ્ઞાાનિકો કોરોનાની રસી ન શોધી કાઢે ત્યાં સુધી લોકોએ આ માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ. લોકો સ્વસૃથ અને સલામત રહે તથા પરિવારમાં વરિષ્ઠ નાગરિકોની કાળજી રાખે. આ ખૂબ જ મહત્વનું છે. કોરોના વાઈરસને હળવાશથી ન લો. વૈજ્ઞાાનિકો કોરોના વાઈરસની રસી શોધી ન કાઢે ક્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવો એ જ સલામત રહેવાનો સૌથી સારો માર્ગ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DRPnxk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages