પાટનગર દિલ્હીમાં મૂસળધાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાયાં, ટ્રાફિક જામ થયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 August 2020

પાટનગર દિલ્હીમાં મૂસળધાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાયાં, ટ્રાફિક જામ થયો


-વધુ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

નવી દિલ્હી તા.13 ઑગષ્ટ 2020 ગુરૂવાર

દેશના પાટનગર નવી દિલ્હીમાં મૂસળધાર વરસાદ ત્રાટકતાં મોટા ભાગની સડકો સરોવરોમાં ફેરવાઇ ગઇ હતી અને ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. ખાસ કરીને નોર્થ દિલ્હીમાં જખીરા અંડરપાસ પાસે તો એક આખી કાર ડૂબી જાય એટલું પાણી ભરાયું હતું અને એક કારચાલક ડૂબતાં ડૂબતાં માંડ ઊગરી ગયો હતો. કારમાં રહેલી વ્યક્તિને લોકોએ બચાવી લીધી હતી. રાતભર વરસેલા વરસાદે દિલ્હીને દરિયો બનાવી દીધી હતી. જખીરા અંડરપાસમાં દિલ્હી ટ્રાન્સપોર્ટની એક બસ, એક ટ્રેક્ટર, એક ઓટો રિક્શા અને એક કાર ફસાયાં હતાં. કાર અને રિક્શાને તો બચાવી લેવાયાં હતાં પરંતુ બસ તો કલાકો સુધી ત્યાં ફસાયેલી રહી હતી.

ભારે વરસાદના પગલે દિલ્હી રેલવે સ્ટેશન, દ્વારકા અંડરપાસ, રાયસીના રોડ, તીન મૂર્તિ રોડ, ઉદ્યોગ ભવન, આઇટીઓ અને અન્ય વિસ્તારોમાં ગોઠણસમાણાં પાણી ભરાયાં હતાં. પરિણામે ટ્રાફિક જામ થયો હતો. દૂર દૂર સુધી વાહનોની લાઇન જોવા મળી હતી. માણેકશા રોડ પર સૌથી વધુ ખરાબ સ્થિતિ હતી. આટલું ઓછું હોય તેમ હવામાન ખાતાએ હજુ ભારે વરસાદની આગાહી કરી હતી. 

છેલ્લા થોડા સમયથી દિલ્હી, ઉત્તર ભારત અને ઇશાન ભારતમાં વરસાદે માઝા મૂકી હતી.ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, બિહાર વગેરે સ્થળોએ ભીષણ પૂર આવ્યાં હતાં અને લાખો લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયાં હતાં. ઉત્તરાખંડમાં મસૂરી, બદરીનાથ અને કેદારનાથ તરફ જતા માર્ગો પર ભેખડો ધસી પડી હતી. પરિણામે નેશનલ હાઇવે બંધ થઇ ગયો હતો અને આ હાઇવે પર પણ ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. બિહારમાં કોસી નદીનાં પૂરમાં અનેક ગામડાં ફસાયાં હતાં.  



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PQ7aHo

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages