ઈમાનદાર કરદાતાઓને ભેટ, પીએમ નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 August 2020

ઈમાનદાર કરદાતાઓને ભેટ, પીએમ નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ



નવી દિલ્હી, તા. 13 ઓગસ્ટ 2020, ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન આપવા અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે આજે ગુરુવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી. આ પ્લેટફોર્મનું નામ ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન: ઓનરીન્ગ ધ ઓનેસ્ટ’ આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.

આ સાથે જ હવે લાગતાવળગતાને પ્રાથમિકતા આપવાનુ અને ટ્રાન્સફર પોસ્ટિંગના કિસ્સામાં રાહત મળશે. સાથે ટેક્સ સંબંધી કેસની તપાસ અને અપીલ બંને જ ફેસલેસ થશે. 

તેમાની ઘણી સુવિધા અત્યારથી જ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે સંપૂર્ણ સેવા 25 સપ્ટેમ્બર સુધી શરૂ થઇ જશે. વડાપ્રધાને કહ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને નવી મુસાફરી શરૂ કરી છે. હવે ઇમાનદારનું સન્માન થશે, એક ઇમાનદાર ટેક્સપેયર રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થઇ રહેલી નવી વ્યવસ્થા, નવી સુવિધા મિનિમમ ગવર્નમેન્ટ-મેક્સિમમ ગવર્નેન્સને આગળ ધપાવે છે. તેનાથી સરકારની દરમિયાનગીરી ઓછી થસે



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31P7tYC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages