
મુંબઇ,તા.29 ઓગષ્ટ, 2020, શનિવાર
સુશાંત રાજપૂત આત્મહત્યા પ્રકરણે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત અન્યોની સીબીઆઇ પોલીગ્રાફ ટેસ્ટ કરશે. આ સંદર્ભે સીબીઆઇના અધિકારીઓએ એકમેક સાથે ચર્ચા કરી લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ પોલીગ્રાફ ટેસ્ટ માટે રિયા સહિત અન્યોની દિલ્લી મોકલવાની તૈયારી પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સીબીઆઇ મુંબઇમાં આ કેસ સાથએ જોડાયેલા લોકોની સઘન પૂછતાછ કરી રહી છે. એક - બે દિવસમાં આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવશે. રિયાની સાથે જ શોવિક, સિધ્ધાર્થ પિઠાની, નિરજ, સેમ્યુઅલ મિરાન્ડાની પણ પોલીગ્રાફ ટેસ્ટ થાય તેવી શકયતા વર્તાવવામાં આવે છે.
સીબીઆઇ દ્વારા મોટા ભાગના હાઇ પ્રોફાઇલ કેસમાં પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવે છે. જોકે આ ટેસ્ટ માટે તેની પોલીગ્રાફ ટેસ્ટ કરવાની હોય તેની સંમતિ જરૃરી હોય છે. આ સિવાય આ ટેસ્ટ માટે જયુડિશિયલ મેજીસ્ટ્રેટની પરવાનગી પણ આળશયક છે. સીબીઆઇને મુખ્ય સાક્ષીઓ યોગ્ય જવાબ અને સહકાર આપી રહ્યા નથી તેથી આ ટેસ્ટનથી સીબીઆઇને તપાસમાં ઘણી સરળતા બની રહેશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34MpF8q
No comments:
Post a Comment