ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત નવા 11 જેટલાં પોઝિટિવ કેસ નોંધાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 August 2020

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત નવા 11 જેટલાં પોઝિટિવ કેસ નોંધાયા


નડિયાદ, તા. 29 ઓગષ્ટ 2020, શનિવાર

ખેડા જીલ્લામાં આજે વધુ અગિયાર કોરોનાના પોઝીટીવ કેસો નોંધાયા છે. નડિયાદ શહેરમાં ચાર અને તાલુકામાં ત્રણ કોરોનાના પોઝીટીવ કેસો જાહેર થયા છે. આ ઉપરાંત કઠલાલમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસોનો ઉમેરો થયો છે. જ્યારે  મહેમદાવાદ અને ખેડામાં એક-એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. આથી જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીનો આંક ૧૦૧૭ પહોંચ્યો છે.

ખેડા જીલ્લામાં ગઈ કાલે બાર કેસો સાથે કોરોનાના આંકે એક હજારની સપાટી કૂદાવી હતી. જેમાં આજે વધુ અગિયાર કોરોના પોઝીટીવ આવતા રોકેટ ગતિએ સંક્રમણ વધી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક જ કુટુંબમાં સંક્રમણ ધરાવતા વાલીઓમાંથી હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે એકબીજા સાથે ખેલકૂદ કરતા બાળકોમાં પણ સંક્રમણ વધવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડા જિલ્લામાં વિવિધ કોવિડ-૧૯ હોસ્પિટલમાં કુલ ૬૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં શહેરની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ૧૬, સીવીલ હોસ્પિટલ નડિયાદમાં ૭, શ્લોક હોસ્પિટલ નડિયાદમાં ૬, રૂદ્ર હોસ્પિટલ નડિયાદમાં ૨, મહાગુજરાત હોસ્પિટલમાં ૧, નર્સીંગકોલેજ નડિયાદ ૨, સમીપ હોસ્પિટલ, નડિયાદ ૪, ડી.સી.એચ.સી મહેમદાવાદ ૧, ડી.સી.સી.સી. નડિયાદ ૩, હોમ આઈસોેલેશન-૧૭ અને અન્ય હોસ્પિટલમાં ૪ એમ કુલ મળી ૬૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જીલ્લામાં કુલ ૪૧ ધનવંતરી રથનો સમાવેશ થાય છે. જેમાં કુલ ૨,૮૧,૨૮૨ ઓ.પી.ડી.,૩,૦૦૪  તાવના કેસો અને ૧૬૯ વ્યક્તિઓને તપાસ અર્થે રીફર કરવામાં આવ્યા છે.

નડિયાદ શહેરમાં નોંધાયેલા કેસ

કિશોર ઉં.વ. ૧૩ જલારામ પાર્ક, કિશોર ઉં.વ. ૧૧ જલારામ પાર્ક, પુરૂષ ઉં.વ. ૬૪ સંતરામ રેસીડેન્સી,  મહિલા ઉં.વ. ૬૫ જગપ્રકાશ સોસાયટી, મહિલા ઉં.વ. ૨૪ રવિકિરણ કણજરી તા. નડિયાદ, પુરૂષ  ઉં.વ. ૪૨ રવિકિરણ કણજરી તા. નડિયાદ, મહિલા ઉં.વ. ૬૭ ગાંધી ખડકી, કણજરી તા. નડિયાદ

જિલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસ

પુરૂષ ઉં.વ. ૩૬ સીમ વિસ્તાર, પહાડ, તા. કઠલાલ

પુરૂષ ઉં.વ. ૪૦ પ્રાથમિક સ્કુલ પાસે, ભાટેરા- પોરડા તા. કઠલાલ

સરોજબેન લક્ષ્મણભાઈ ડાભી ઉં.વ. ૩૦ નાની અડબોલી, તા. મહેમદાવાદ

પુરૂષ ઉં.વ. ૫૦ પરા ખડકી, રઢુ, તા. ખેડા



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G2gqGK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages