મહેસાણા, પાલનપુર,તા.16 ઓગસ્ટ 2020, રવિવાર
ઉત્તર ગુજરાતમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા, પાટણ અને પાલનપુર ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ પરેડ અને જુદા જુદા વિભાગોની ઝાંખીઓ દર્શાવતા ટેબ્લેટોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. જોકે આ ઉજવણી દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સીંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તાલુકા કક્ષાએ પણ મામલતદાર કચેરીઓ, શાળાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા કક્ષાના ૭૪મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજ દિન સુધી અનેક પડકારોનો સામનો કરેલ છે. ગુજરાત કોરોના જેવા પડકારો અને મુશ્કેલીઓ સામે નાગરિકોના સાથ અને સહકારથી લાંબી લડાઈ લડી રહ્યું છે. તેમણે કોરોના સામેની આ લડાઈમાં નાગરિકોએ ફરજીયાત માસ્ક, સેનેટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સને જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો.
પાટણ જિલ્લામાં સ્વતંત્રતાના ૭૪મા મંગલપર્વને હર્ષોલ્લાસ અને આનંદથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે ધ્વજવંદન કરાવ્યું હતું. જ્યારે કોરોના મહામારીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરાયું હતું. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની કોરોનાની ગાઈડલાઈન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટરે જિલ્લાના નાગરિકોને ૭૪મા સ્વાતંત્રય પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે સ્વાતંત્ર્ય દિનના આ મંગળ પ્રભાતે રાષ્ટ્રની આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા નામી-અનામી તમામ સ્વાતંત્ર્ય વીરોને આદરપૂર્વક વંદન કરૃ છું.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DPkFVD
No comments:
Post a Comment