
-પોઝિટિવ કેસનો કુલ આંકડો 23 લાખ 96 હજાર થયો
-બુધવારે એક દિવસમાં મૃત્યુ આંક 942નો થયો
નવી દિલ્હી તા.13 ઑગષ્ટ 2020 ગુરૂવાર
દિવસે દિવસે કોરોના વધુ ને વધુ ભોગ લઇ રહ્યો હોય એવું જણાતું હતું. બુધવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાના 66, 999 કેસ નોંધાયા હતા અને મરણનો આંકડો એક દિવસમાં 942નો થયો હતો. દેશમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો હવે 23 લાખ 96 હજાર 638નો થયો હતો જેમાં 6,53,622 સક્રિય કેસ હતા અને મૃત્યુઆંક 47,033 પર પહોંચ્યો હતો.
આ પહેલાં બુધવારે આગલા ચોવીસ કલાક દરમિયાન કોરોનાના 60,963 નવા કેસ નોંધાયા હતા અને 834 પેશન્ટનાં મરણ થયાં હતાં. વાસ્તવમાં સાતમી ઑગષ્ટેજ દેશમાં કોરોનાના કેસ 20 લાખના આંકડાને વટાવી ગયા હતા. ત્યારબાદ છેલ્લા પાંચથી પણ ઓછા દિવસમાં ત્રણ લાખ નવા કેસ નોંધાયા હતા. આમ કોરોના હવે કાળો કેર વર્તાવી રહ્યો હતો. સાજા થયેલા લોકોના આંકડા અને કોરોના પોઝિટિવ કેસના આંકડા વચ્ચેનો ફરક હવે વધી રહ્યો હતો. પૂરેપૂરા સાજા થઇ ગયેલા લોકોનો આંકડો દસ લાખથી વધુ હતો.
સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે હતું. મહારાષ્ટ્રમાં 18050 મૃત્યુ થયા હતા અને હાલ ત્યાં પાંચ લાખ 24 હજાર 513 કેસ હતા. બીજા ક્રમે 3,02,815 કેસ અને 5041 મૃત્યુઆંક સાથે તામિલનાડુ હતું. એ પછી સાઉથનાં રાજ્યો આંધ્ર પ્રદેશ અને કર્ણાટક આવતા હતા. આ બંને રાજ્યો પછી દિલ્હીનો વારો હતો. આરોગ્ય નિષ્ણાતો માને છે કે લોકો સ્વયંશિસ્તમાં માનતા નથી અને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન સો ટકા કરતા નથી. કેટલાંક બજારોમાં તો રીતસર બેસુમાર ભીડ થઇ જાય છે એટલે સંક્રમણ ઘટતું નથી. લોકોમાં જાગૃતિ આવે એવાં સચોટ પગલાં રાજ્ય સરકારોએ ભરવાં જોઇએ. એ સિવાય આ ચેપ કાબુમાં આવે એવી શક્યતા ઓછી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30RS4rp
No comments:
Post a Comment