સુરતના ભેસ્તાન બોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરનો સાગરીત રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયો : કોર્પોરેટર વોન્ટેડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 August 2020

સુરતના ભેસ્તાન બોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરનો સાગરીત રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયો : કોર્પોરેટર વોન્ટેડ


સુરત, તા. 13 ઓગસ્ટ 2020 ગુરૂવાર

સુરતના ભેસ્તાન વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર સતીશ પટેલનો સાગરીત રૂ.15 હજારની લાંચ લેતા એસીબીના હાથે ગતરોજ ઝડપાઇ ગયો હતો

બાંધકામ કરી રહેલા એક વ્યક્તિને તમારૂ બાંધકામ ગેરકાયદેસર છે જો તમે લાંચની રકમ ન આપો તો ડીમોલેશન કરાવી દઈશ તેવી ધમકી આપી કોર્પોરેટરે તેના સાગરીત અભીરાજ ઉર્ફે અભી દેવરજન એજવા, ( રહે. ડી- 2/505, સુંદરમ રેસીડન્સીની સામે, જીઆવ રોડ, સુરત ) ને લાંચની રકમ લેવા મોકલતા એસીબીએ કાસારામ સોસાયટીના ગેટની સામે ભેસ્તાન-જીઆવ રોડ ઉપર છટકું ગોઠવી ઝડપી લીધો હતો જ્યારે કોર્પોરેટર સતીષભાઇ ચંપકભાઇ પટેલ ( રહે. પ્લોટ નં. 72/7૩, આર્દશ નગર સોસાયટી, ભેસ્તાન, સુરત ) ટ્રેપ દરમિયાન નહીં મળતા વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે કોર્પોરેટરે રૂ. 20 હજારની લાંચની માંગણી કરી હતી પરંતુ રકઝકના અંતે રૂ.15 હજાર આપવાનું નક્કી થયું હતું. આ પહેલી વખત નથી અગાઉ પણ સુરતના ઘણા કોર્પોરેટરો ગેરકાયદેસર બાંધકામ છે તેમ કહી લોકો પાસ લાંચ સ્વીકારતા ઝડપાયા છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31FWuR6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages