ચીનનો અમેરિકા સામે વળતો પ્રહાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 July 2020

ચીનનો અમેરિકા સામે વળતો પ્રહાર


-ચેંગડુ રાજદૂતાવાસ પરથી અમેરિકી ધ્વજ ઊતાર્યો

-અમેરિકાએ હ્યુસ્ટનમાં ચીનનો ધ્વજ ઊતાર્યો હતો

નવી દિલ્હી તા.27 જુલાઇ 2020  સોમવાર

અમેરિકા અ્ને ચીન વચ્ચે મૈં મૈં તૂ તૂ દિવસે દિવસે વધી રહ્યું હતું. અમેરિકાએે હ્યુસ્ટનમાં આવેલા ચીની રાજજૂતાવાસ પરથી ચીનનો ધ્વજ ઊતારી લીધો એના વળતા પ્રહાર તરીકે ચીને તિબેટ નજીક ચેંગડુમાં આવેલા અમેરિકી રાજદૂતાવાસને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે ચીને આપેલી ડેડલાઇન પહેલાંજ અમેરિકાએ પોતાનો ધ્વજ ઊતારી લીધો હતો. રાજકીય સમીક્ષકોની દ્રષ્ટિએ શેરીમાં લડતાં ભૂલકાં જેવી આ નાદાનિયત હતી.

આ જંગનો આરંભ ટ્રેડ વૉરથી થયો હતો. પછી અમેરિકાએ ચીન પર કોરોના વાઇરસ ફેલાવવાનો આક્ષેપ મૂક્યો હતો અને હવે હોંગકોંગના મુદ્દે બંને દેશો મમતે ચડ્યા હતા. બંને દેશો વચ્ચે હવે કોલ્ડ વૉર જેવી પરિસ્થિતિ સર્જાઇ રહેલી જોઇ શકાતી હતી. અમેરિકાએ પહેલ કરતાં હ્યુસ્ટનમાં આવેલા ચીનના વાણિજ્ય રાજદૂતાવાસને 48 કલાકમાં ખાલી કરવાલો આદેશ આપ્યો હતો. એના જવાબમાં ચીને તિબેટ નજીક ચેંગડુમાં આવેલા અમેરિકી રાજદૂતાવાસને ખાલી કરવાની ચેતવણી ઉચ્ચારી હતી.

એથી પણ આગળ વધીને ચીને એવી ધમકી પણ આપી હતી કે અમેરિકા પોતાનો નિર્ણયપાછો નહીં ખેંચે તો અમે અમારાં અન્ય પ્રાંત અને શહેરોમાં આવેલાં અમેરિકી રાજદૂતાવાસ ખાલી કરાવશું. 

અત્રે એ મહત્ત્વનું છે કે હ્યુસ્ટનમાં ચીની રાજદૂતાવાસ ખાલી કરવાનું હતું ત્યારે ચીની રાજદૂતાવાસના સ્ટાફે કેટલાક દસ્તાવેજો બાળવાની શરૂઆત કરી હતી. એમ કરવા જતાં રાજદૂતાવાસના કેટલાક હિસ્સામાં આગ લાગી હતી જેની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. એને કારણે અમેરિકાએ ચીની રાજદૂતાવાસ પર જાસૂસીના કરેલા આક્ષેપમાં વજૂદ હોય એવી છાપ પડી હતી. અમેરિકી પ્રમુખ ડ઼ોનાલ્ડ ટ્રમ્પે મિડિયાને કહ્યું હતું કે ચીની રાજદૂતાવાસ કેટલાક દસ્તાવેજો બાળી રહ્યું હતું પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાને માન આપીને અમેરિકી પોલીસ જબરદસ્તીથી ચીની રાજદૂતાવાસમાં પ્રવેશી નહોતી.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGua93

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages