પાલનપુરમાં નિવૃત કંડકટરના બેંક એકાઉન્ટમાં રૂ.2.69 લાખ ઉપડી ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 July 2020

પાલનપુરમાં નિવૃત કંડકટરના બેંક એકાઉન્ટમાં રૂ.2.69 લાખ ઉપડી ગયા

પાલનપુર તા.27 જુલાઈ 2020, સોમવાર

વડગામ તાલુકાના નિઝામપુરા ગામના એક નિવૃત કંડકટરની જાણ બહાર પાલનપુર ખાતે આવેલ તેમના બેંક એકાઉન્ટમાંથી રૃ.૨.૬૯ લાખ રૃપિયા ઉપડી જવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા ગઠિયાએ ચોરી છુપી થી કલોનિંગ અથવા ડુપ્લિકેટ એટીએમ બનાવીને કંડકટરના બેંક એકાઉન્ટમાંથી નાણાં ટાન્સફર કરી તેમજ તબક્કા વાર ઉપાડી લેતા મામલો પોલીસ થાણે પહોચ્યો છે. 

પાલનપુરના જુના ગંજ સામે આવેલ એસબીઆઇ બેંકમાં બચત ખાતું ધરાવતા વડગામ તાલુકાના નિઝામપુરા ગામના નિવૃત કંડકટર દલજીભાઈ સવાભાઇ પરમારના બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર રૃ.૨,૬૯,૫૦૦ તેમની જાણ બહાર ઉપડી જતા આ કંડકટરે પાલનપુરની એસબીઆઇ બેંકમાં તપાસ કરાવતા અજાણ્યા ગઠિયા દ્વારા ક્લોનિંગ અથવા ડુપ્લિકેટ એટીએમ બનાવી ને અમદાવાદના એટીએમ માંથી રૃ.૧.૨૦ લાખ રોડક ઉપાડી હતી. અને રૃ.૧,૪૯,૫૦૦ ઉત્તર પ્રદેશના ઉમાશંકર સર્વજીત પ્રસાદના ખાતામાં ટાન્સફર કર્યા હોવાનું માલુમ પડતા પોતાની સાથે રૃ.૨,૬૯,૫૦૦ની છેતરપીંડી કરનાર અજાણ્યા ગઠિયા વિરૃધ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. 



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39yhTzd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages