સિંચાઇની ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને સરકાર ગમે ત્યારે તાળા મારી દેશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 July 2020

સિંચાઇની ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને સરકાર ગમે ત્યારે તાળા મારી દેશે

 વડોદરા, તા.26 જુલાઇ રવિવાર

રાજ્યના નાગરિકો માટે પીવાનું પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચાડવા માટેની વિવિધ યોજનાઓમાં પાયાની મહત્વની કામગીરી કરતા સિંચાઇ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીની ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરી ભૂસ્તરશાસ્ત્રી વગર જ ચાલી રહી છે. રાજ્ય સરકારને પણ આ કચેરીનું મહત્વ ના હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે આ કચેરી તેમજ તાબાની કચેરીઓમાં નવી ભરતી પણ કરવામાં આવતી નથી.

ગાંધીનગર ખાતેની આ કચેરીનો ચાર્જ ભૂસ્તરશાસ્ત્રીના બદલે એન્જિનિયર પાસે  છે. આ કચેરીના તાબામાં વડોદરામાં પણ ઇજનેરી ભૂસ્તરીય વિભાગ આવેલ છે. આ કચેરીનું કાર્યક્ષેત્ર મધ્ય ગુજરાતમાં નડિયાદથી   દક્ષિણ ગુજરાતમાં દમણગંગા સુધી વિસ્તરેલું છે. વડોદરા વિભાગની ભૂસ્તરશાસ્ત્રી-૧ની કચેરીમાં પણ ભૂસ્તરશાસ્ત્રી ચાર્જમાં છે જેઓ મહિનામાં એકાદ-બે વખત વડોદરા આવે છે. કુબેરભવનના નવમા માળે ઇ-બ્લોક ખાતે વિશાળ જગ્યામાં આ કચેરી આવેલી છે પરંતુ કચેરીમાં ગણ્યોગાંઠયો જ સ્ટાફ  છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતની સિંચાઇને લગતી તમામ યોજના અને તેના બાંધકામની ભૂસ્તરશાસ્ત્રને લગતી   કામગીરી કરતી આ કચેરીમાં વડોદરા વિભાગમાં આઠ ભૂસ્તરશાસ્ત્રીની જગ્યા પૈકી માત્ર એક જગ્યા ભરાયેલી છે જ્યારે અન્ય જગ્યા ખાલી છે. આ ઉપરાંત દમણગંગા ભૂસ્તરીય એકમમાં બંને ભૂસ્તરશાસ્ત્રીની જગ્યા ખાલી છે. 

આ વિભાગમાં મંજૂર મહેકમ મુજબ ભરતી થઇ હતી પરંતુ અધિકારીઓ અથવા કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ નવી કોઇ ભરતી થતી નથી. ભૂસ્તરશાસ્ત્રી-૧ની કચેરીમાં વિવિધ પોસ્ટ પર મંજૂર થયેલી ૧૯ જગ્યાઓ પૈકી ૧૪ ખાલી જગ્યાઓ છે.





from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGzMAc

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages