- શાપર વેરાવળના દારૂના કેસમાં પકડાયેલને કોરોના
- રાજકોટ સ્ટેટબેન્કમાં કેસ આવત બેન્ક બંધ

રાજકોટ,તા. 14 જુલાઈ 2020, મંગળવાર
સૌરાષ્ટ્રમાં ચોમાસામાં કોરોના વાયરસ વધુ ગંભીર રૂપ લઈ રહ્યો છે અને હવે તે વધુ જીવલેણ બન્યો છે. સરકારી તંત્રએ કૂલ મૃત્યુના આંકડા અગાઉ જાહેર કર્યા બાદ તે માહિતી હવે જ્યારે કોરોનાના કેસોની સાથે કોરોના પોઝીટીવ દર્દીઓના મૃત્યુ આંકમાં પણ વધારો આવ્યો છે ત્યારે છુપાવાઈ રહી છે અને ઓડિટ કરીને માહિતી જારી કરવાની નવી પ્રથા અમલી કરી છે પરંતુ, તેનાથી મૃત્યુ આંક ઘટવાનો નથી તેવી ફરિયાદો વચ્ચે આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર વગેરે સ્થળે વધુ ૧૧ દર્દીઓના મૃત્યુ નીપજ્યાનું જાણવા મળ્યું છે જ્યારે આજ સાંજ સુધીમાં કેસની સંખ્યા ૯૩ ઊપર પહોંચી ગઈ હતી.
રાજકોટની હોસ્પિટલમાં આજે કોરોનાના ૪ દર્દીઓના મૃત્યુ સત્તાવાર જાહેર કરાયા છે જેમાં ૨ સુરેન્દ્રનગરના, એક રાજકોટના દર્દી સમાવિષ્ટ છે. આ ઉપરાંત અન્ય બે શંકાસ્પદ દર્દીઓના મૃત્યુ નીપજ્યાનું જાણવા મળે છે. રાજકોટ શહેરમાં આજે યુનિ.રોડ પર જલારામ-૧માં રામકૃષ્ણ એપાર્ટમેન્ટ અને જલારામ-૨માં સહારા ટાવરમાં, ગોવિંદ નગર મેઈનરોડ, સંતકબીર રોડ પર ચંપકનગર -૩, આસ્થા રેસીડેન્સી વિસ્તારમાં દ્વારકેશ એપાર્ટમેન્ટ, ગાયત્રીનગર મેઈનરોડ પર નારાયણનગર, ગાયત્રીનગર-૧૦, ગોપાલનગર બંધ શેરી, કુવાડવા રોડ પર રામપાર્ક-૨, દૂધસાગર રોડ પર શક્તિ સોસાયટી-૫, બેડીપરા આજી જીઆઈડીસી પ્લોટ તથા આ પહેલા નાનામવા રોડ પર આર્યલેન્ડ ફ્લેટ, જામનગર રોડ પર હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં શહેરના વધુ એક ડોક્ટર કેયુર મુનિયા, ચંદ્રેશનગર મેઈનરોડ, ન્યુ માયાણીનગર, રૈયાધારમાં રાણીમા રૂડીમા ચોક, મોટામવા રોડ પર પેનગોન સોસાયટી અને કોઠારીયા રણુજા મંદિર પાસે કૈલાસપાર્ક-૪ સહિતના લત્તાઓમાં કૂલ ૨૦ કેસો મનપાએ જાહેર કર્યા છે. રાજકોટના ઢેબરરોડ પર સ્ટેટ બેન્કના એક અધિકારીને ં કોરોના પોઝીટીવ કેસ આવતા બેન્ક બે દિવસ માટે બંધ કરાઈ હતી. બેન્કના સૂત્રોએ જણાવ્યું કે પૂરતી સાવધાની રાખવા છતાં પણ કેસ નોંધાયો છે.
જ્યારે ગોંડલ સબજેલના સૂત્રો અનુસાર શાપર વેરાવળ પોલીસ મથક દ્વારા દારૂના ગુનામાં પકડાયેલ કમલેશ ડાંગર નામના કેદીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, જે જામીન પર છૂટીને તા.૧૨ના હાજર થતા કોરોના રિપોર્ટ કરાયો હતો. ગોંડલના દેવપરા અને મોટાદડવામાં નવા કેસો થયા છે. રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળામાં યુવકને, જામકંડોરણા તાલુકાના જસાપર ગામે તથા જેતપુર તાલુકામાં કેસ આવ્યા છે.
મોરબીમાં આજે નવલખી રોડ, ચંદ્રેશનગર, ત્રાજપર ચોકડી, વજેપર, તાલુકા પોલીસ લાઈનમાં, કાયાજી પ્લોટ, વિઠ્ઠલનગરમાં મહિલા ડોક્ટરના માતા સહિત ૭ વધુ કેસ નોંધાયા છે.
જુનાગઢ જિલ્લામાં કોરોના કેસોના વિસ્ફોટ થયો છે જ્યાં આજે વધુ ૨૫ કેસો નોંધાયા છે અને ત્રણના મૃત્યુ નીપજ્યા છે. ગઈકાલે જુનાગઢના સુભાષનગરના ૫૯ વર્ષના પ્રૌઢ બાદ આજે જુનાગઢ તાલુકાના બગડુના ૭૨ વર્ષીય વૃધ્ધ, કુંભારવાડા વિસ્તારના ૭૫ વ ર્ષના વૃધ્ધાનું મોત નીપજ્યું છે. ગત ચોવીસ કલાકમાં માંગરોળ, માણાવદરના પીપલાણા, કેશોદના રામવાડી વિસ્તાર, વંથલીના વાડલા, વિસાવદર તાલુકામાં આજે પણ ચાંપરડામાં ૨, સરસઈ, જુની ચાવંડમાં ૨, શોભાવડલા તથા વિસાવદરમાં એક એક કેસ નોંધાયો છે. ભેંસાણના આંબાવાડી તથા રાણપુરમા કેસ નોંધાયો છે.જુનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ, રણછોડનગર, હરિકૃષ્ણનગર, શંભુનગર, વણજારી ચોક, પાદર ચોક, ઢાલ ચોક વગેરે વિસ્તારમાં ૧૧ કેસો નોંધાયા છે જ્યારે વિસાવદર તાલુકામાં ૮ કેસો સહિત જિલ્લામાં કૂલ ૨૫ કેસો નોંધાયા છે.
જામનગર જિલ્લામાં આજે વધુ ૧૮ કેસો નોંધાયા હતા અને જામનગરના વૃધ્ધ મહિલા તથા ધ્રોલના ૫૮ વર્ષના પ્રૌઢનું મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે. જામનગરની ખોડીયાર કોલોનીમાં રહેતા અમુબેન ભટ્ટ (ઉ.૬૫)નું અને ધ્રોલના અસલમભાઈ ડોસાણી (ઉ.૫૮)નું મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે. જામનગરમાં દિગ્વિજય પ્લોટ, વાણીયાવાડ, પટેલ કોલોની, કુંભારવાડા આર્યસમાજ પાછળ, રાજમોતી ટાઉનશીપ, સરુ સેક્શન રોડ મહાવીર સોસાયટી, ખંભાળિયા નાકા બહાર જાગૃતિ એપાર્ટમેન્ટ, જીજી હોસ્પિટલની બોયઝ હોસ્ટેલ, વાણિયાવાડ કાજી ચકલા, સહિત વિસ્તારોમાં તથા જામજોધપુરના તરસાઈ અને કલ્યાણપુર, લાલપુર તા.ના જસાપર, જોડીયા તાલુકાના હડીયાણા, ધ્રોલના મેમણ ચોક, વગેરે વિસ્તારમાં નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.
તલાલા (ગીર) તાલુકામાં મંડોરણા ગીર ગામના ભગવાનજીભાઈ વેગડીયા (ઉ.૬૨)નું મૃત્યુ નીપજ્યું છે. કોરોનાના વધુ પોઝીટીવ નો વધુ એક કેસ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુ ૨ વ્યક્તિઓએ અંતિમ શ્વાસ લીધા છે. સુરતના ૪૫ વર્ષના પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું.
અમરેલી જિલ્લામાં ગઈકાલે ૨૯ કેસ બાદ આજે વધુ બે કેસ ધારીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો તેની અજંતા સોસાયટી અને કુંકાવાવના બરવાળા બાવીસી ગામે નોંધાયેલ છે. કૂલ ૧૮૪માંથી ૧૫ દર્દીઓના મોત નીપજ્યા છે.
એકંદરે સૌરાષ્ટ્રમાં મહામારી અત્યંત ચિંતાજનક રીતે ગામે ગામ પ્રસરી ગઈ છે અને હજુ નવા નવા વિસ્તારોમાં ફેલાઈ રહેલ છે તેમજ મોતની સંખ્યા પણ વધી જતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wh1hqf
No comments:
Post a Comment