
રાજકોટ,તા.19 જૂન 2020, શુક્રવાર
નૈઋત્યનું ચોમાસુ સમયસર ગતિ કરીને તા.૧૪ જૂને ગુજરાતના કિનારે અને તા.૧૫ જૂને જમ્પ મારીને સૌરાષ્ટ્રમાં આવી પહોંચ્યું હતું પરંતુ, અહીંની ધરતી પર આવીને ધોધમાર વરસાદ વરસાવવાને બદલે તે ધીમુ પડી ગયું છે અને હવે સૂર્યગ્રહણ બાદ મંગળવારથી જોર પકડે તેવા સંજોગો છે. નૈઋત્યનું ચોમાસુ ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં સ્થિર અને એકંદરે ધીમુ છે પરંતુ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો તરફ તે આગળ વધ્યું છે.
હવામાન ખાતાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસારતા.૧ જૂને કેરલમાં ચોમાસુ બેઠુ હતું અને તા.૪ જૂને કર્ણાટક રાજ્ય પર ફરી વળ્યું હતું. તા.૧૧ના મહારાષ્ટ્રમાં આવી પહોંચ્યું અને ત્યાં ભારે વરસાદ વરસાવતું તા.૧૪ જૂને દક્ષિણ ગુજરાતમાં આવ્યું હતું અને તા.૧૫ જૂને સૌરાષ્ટ્રમાં ફરી વળ્યું હતું. પરંતુ, બીજી તરફ આ ચોમાસુ સૌરાષ્ટ્રમાં આવ્યા બાદ વ્યાપકપણે ધોધમાર વરસાદની આગાહીને સાચી ઠેરવી નથી. રાજકોટ સહિતના અનેક સ્થળોએ તો વરસાદને બદલે ચાર દિવસથી તાપ વરસી રહ્યો છે.
રાજકોટ,જામનગર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે અને મોટાભાગે ઉઘાડ રહ્યો છે. જો કે આકાશમાં વાદળો છવાયેલા રહ્યા છે અને હવામાન ખાતાએ છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી જારી રાખી છે જે અનુસાર તા.૨૩થી વરસાદનું જોર વધવાની શક્યતા છે. આવતીકાલે દેવભુમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, જુનાગઢ, ુપોરબંદર વગેર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે પણ તીવ્ર પવન સાથે વરસાદ વરસવાની આગાહી થઈ છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3elfWI0
No comments:
Post a Comment