ભરડીયાના માલિક પર ફાયરીંગ કરનાના પ્રકરણમાં બે શખ્સો ઝબ્બે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 19 June 2020

ભરડીયાના માલિક પર ફાયરીંગ કરનાના પ્રકરણમાં બે શખ્સો ઝબ્બે


જૂનાગઢ,તા.19 જૂન 2020, શુક્રવાર

વંથલી તાલુકાના ઝાંપોદડ નજીક ગઈકાલે ખંડણી માંગી ચાર શખ્સોએ ભરડીયાના માલિક પર ફાયરીંગ કરતા ચાર વ્યક્તિને ઈજા થઈ હતી. ફાયરીંગ બાદ ફરાર થયેલા બે શખ્સોએ તો સોનારડીની સીમમાં ખેડુતને ધમકી આપી બે બાઈકની પણ લૂંટ કરી હતી. આ શખ્સો મહોબત પરા અને ખડપીપળી વચ્ચે હોવાની બાતમીના આધારે એલ.સી.બી. તથા એસ.ઓ.જી.એ ત્યાંથી બંનેને પકડી લીધ ાહતાં. જયારે હજુ બે ફરાર છે. 

જૂનાગઢના વંથલી રોડ પર રહેતા અને ઝાંપોદડ નજીક ભરડીયો ધરાવતા કૃષ્ણ કુમાર રાયમલભાઈ ચાવડા પાસે જુસબ અલ્લારખા ગેંગના શખ્સો અવાર નવાર ખંડણી માંગતા હતાં. પરંતુ ભરડીયાના માલિક તાબે ન થતા ગઈકાલે રહીમ ઉર્ફે ખુરી ઈસા સાંધ, ઈમરાન ઉર્ફે ભીખા હબીબ સાંઘ, પોલા ઈસા તથા અનિસ ગામેતીએ ભરડીયા પર જઈ દેશી જામગરીમાંથી ફાયરીંગ કરતા ભરડીયાના માલિક સહિત ચારને ઈજા થઈ હતી. ફાયરીંગ બાદ આ શખ્સો ફરાર થઈ ગયા હતાં.

આ અંગે એસ.પી. સૌરભસિંહે એલ.સી.બી. એસ.ઓ.જી. અને વંથલી પોલીસની ત્રણ ટીમ બનાવી હતી. આરોપીઓની શોધખોળ દરમ્યાન ફાયરીંગ કરનાર શખ્સો સોનારડી ગામની સીમમાં બોદુ પલેજાની વાડીએ હોવાની બાતમી  મળતા એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. આર.કે. ગોહિલ, એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. એચ.આઈ. ભાટી સહિતનો સ્ટાફ ત્યાં જતા બાવળની કાંટમાં બેસેલા શખ્સો પોલીસને જોઈ ભાગી ગયા હતાં.

તેમાંથી બે શખ્સે સોનારડી ગામની સીમમાં કરસન ભાઈ લખમમભાઈને છેટો રહેજે નહીતર પતાવી દેશું તેવી ધમકી આપી ખેરમાં રહેલુ જી.જે.૧૧ બી.એલ. ૯૫૧૩ તથા જી.જે.૧૧ એ.એન. ૬૧૨૧ નંબરનું બાઈક લૂંટી નાસી ગયા હતાં. પોલીસ સ્ટાફ દોડીને પીછો કર્યો હતો. પરંતુ આ શખ્સો નાસી ગયા હતાં. 

બાદમાં આ શખ્સો મહોબત પરા ખડપીપળી વચ્ચેના ત્રિકોણ રસ્તા પર હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફે ખાનગી વાહનમાં ત્યાં જતા બંને શખ્સ બાઈક મુકીને ભાગ્યા હતાં. પરંતુ એલ.સી.બી. એસ.ઓ.જી.ના સ્ટાફે તેનો દોડીન ેપીછો કરી રહીમ ઉર્ફે ખુરી ઈસા સાંઘ (ઉ.વ.૨૬) તથા ઈમરાન ઉર્ફે ભીખા હબીબ સાંઘ (ઉ.વ.૨૬)ને પકડી લીધા હતાં. 

રહીમ ઉર્ફે ખુરી સામે વંથલીમાં મારામારી તથા દારૂ, પાટણવાવ પોલીસ સ્ટેશનમાં હત્યા, તેમજ તાલાલા પોલીસ સ્ટેશનમાં અગાઉ દારૂનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું. 



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UVBjIr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages