અંબાજી પોલીસે માત્ર 32 હજારનો વિદેશી દારૂ પકડયો ! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 19 June 2020

અંબાજી પોલીસે માત્ર 32 હજારનો વિદેશી દારૂ પકડયો !

અંબાજી, તા. 19 જૂન 2020, શુક્રવાર

યાત્રાધામ અંબાજીમાં સ્થાનિક પોલીસની ઘોર નિષ્ક્રિયતાના કારણે દિનપ્રતિદિન ચોરીઓના બનાવો સતત વધી રહ્યા છે તે પ્રમાણે અંબાજીમાં દેશી વિદેશી દારૃનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. લોકડાઉન દરમિયાન બુટલેગરોએ લાખો રૃપિયાના વિદેશી દારૃનું વેચાણ કરી નાખેલ હતું ત્યારે પોલીસે ગઈકાલે માત્ર ૩૨ હજારનો જ દારૃ પકડી સંતોષ માન્યો હતો.

બનાવની વિગતો મુજબ અંબાજી પાસેના સર્વે નં. ૮ પાસેના બિલીવાસ ગામમાં ગઈકાલે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે ધનાભાી ગુજરાભાઈ ગમારના ગરે રેડ કરતા અંબાજીનો કુખ્યાત બુટલેગર ટીનીયો ઉર્ફે બિપીન સોમાજી ઠાકોર, રહે. સર્વે નં. ૮ અંબાજીવાળાનો વિદેશી દારૃ ધનાભાઈ ગુજરાભાઈ ગમારના ઘરમાં પડયો છે તેવી બાતમીના આધારે પીઆઈ જે.બી. આચાર્ય, પીએસઆઈ જી.આર. ઠાકોરે ટીમ સાથે રેડ કરતા વિદેશી માર્કાનો દારૃ મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત ૩૨,૧૦૦ થવા જાય છે. પોલીસે મુદ્દામાલ સાથે પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫ એઈ ૬૧ (બી) ૮૧ મુજબ પોલીસે કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસની રહેમ રાહ નીચે અંબાજીમાં એક મહિલા બુટલેગર સહિત અન્ય બુટલેગરોએ લોકડાઉન દરમિયાન ખુબજ ઉંચા ભાવે વિદેશી દારૃ વેચી લાખો રૃપિયાની આવક કરેલ હોવાનું છડેચોક ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસે જે ૩૨ હજારનો દારૃ પકડયો તે હાસ્યાસ્પદ બની જવા પામ્યું છે કે લાખોના જથ્થા સામે હજારોનો જ માલ કેમ પકડાય છે ? પ્રજામાં આ મુદ્દે પોલીસની કામગીરી પ્રત્યે શંકા, કુશંકાઓ ઉભી થવા પામી છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30YTj8z

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages