હિલસ્ટેશન માઉન્ટ આબુમાં હોટલો અને બજારો અમુક શરતોને આધીન ખુલશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 22 June 2020

હિલસ્ટેશન માઉન્ટ આબુમાં હોટલો અને બજારો અમુક શરતોને આધીન ખુલશે

અમીરગઢ તા.22 જૂન 2020, સોમવાર

વિશ્વમાં કોરોના મહામારીને લઇ હજુ પણ ચિંતત છે. દેશભરમાં બે મહિનાનું લોકડાઉન પુરૃ થયું છે. અને અનલોક ચાલી રહ્યું છે. પરંતુ રાજસ્થાનના પર્યટક સ્થળ આબુમાં પ્રવાસીઓનો ઘસારો વધારો ન રહે તે સારૃ લોકડાઉન લંબાવાયું હતું. સાથે સાથે અમીરગઢ બજારો પણ સહેલાણીઓ ન આવવાથી બંધ રહ્યા હતા. પાલિકા અને વહેપારીઓ સાથે બેઠક કરી ૨૫૨ મીથી બજારો ખુલશે તેમજ પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં અમુક શરતોને આધિન હોટલો પણ ખુલશે જેથી હવે માઉન્ટ આબુમાં ફરી જનજીવન ધબકતું થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 

કોવિંદ-૧૯ની મહામારીથી દેશમાં લોકડાઉન લાદવામાં આવેલ હતો. પરંતુ રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટઆબુમાં દેશમાં કરાયેલ લોકડાઉનના બે દિવસ પહેલાથી જ લોકડાઉન કરવામાં આવેલ હતું. જ્યારે આઠમી જુનના સરતોને આધીન લોકડાઉનમાં છુટ આપવામાં આવેલ હતી. છતાં પણ માઉન્ટ આબુમાં લોકડાઉન ચાલુ રાખવામાં આવલ હતું. પરંતુ નગરપાલિકા દ્વારા વેપારી સાથેની મિટિંગમાં ૨૨મીએ બજારો ખુલ્લા મુકવાના નિર્ણયો લેવામાં આવ્યો હતો. આથી લોકડાઉનમાં સુમસામ ભાસતું હિલસ્ટેશન એકવાર ફરી સહેલાણીઓથી ધબકતું થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. માઉન્ટ આબુમાં વેપારીઓ દ્વારા અમુક શરતોને આધીન રહી બજારો ખોલવાના રહેશે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YYRmGr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages