પાલનપુર તા.22 જૂન 2020, સોમવાર
ખેતી અને પશુપાલન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ખેડૂતોને ખેતી તેમજ પશુપાલક લક્ષી વિવિધ સામગ્રીની ખરીદી કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ યોજના થકી સહાય કરવામાં આવે છે. જેની ઓનલાઇન નોંધણી કરવામાં આવે છે. જેમા ચાલુ વર્ષે બનાસકાંઠા ૬૫૮૩૭ ખેડૂતોની ઓનલાઇન નોંધણી સાથે રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.
રાજ્યમાં ખેતી તેમજ પશુપાલનના વ્યવસ્થા ને વેગ મળે અને ખેડૂત તેમજ પશુપાલકો સમૃદ્ર બને તે માટે સરકાર દ્વારા ખેતીવાડી, બાગાયતી, પશુપાલન અને જમીન સુધારણા માટે સહાય કરવામાં આવે છે. જેમાં ટેક્ટર, ફુવારા સહિતની કૃષિ અને પશુપાલન લક્ષી સાધન સામગ્રીની ખરીદીમાં સબસીડી આપવામાં આવે છે. જેના માટે ખેડૂતો અને પશુપાલકોને આઇ કિશાન પોર્ટલમાં ઓન લાઇન અરજી કરવાની હોઇ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ૬૫૮૩૭ ખેડૂતોની અરજી સબમિટ થવા પામી છે. જે ખેડૂતોને સરકાર દ્વારા વ્યવસ્થા લક્ષી સાધન સામગ્રીમાં સરકારના નિયમ મુજબની સબસીડીની સહાય મળનાર હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે આઇ ખેડૂત પોર્ટલ યોજનામાં સૌથી વધુ અરજીઓને લઇ બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે. જેમાં થરાદ તાલુકો ૯૦૯૫ અરજી સાથે જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે. જ્યારે ૧૫૩૪ અરજી સાથે ભાભર તાલુકો છેલ્લુ સ્થાન ધરાવે છે.
તાલુકા પ્રમાણે નોંધણીનો આંક
અમીરગઢ ૨૯૫૬
કાંકરેજ ૪૯૬૬
ડીસા ૮૧૯૦
થરાદ ૯૦૯૫
દાંતા ૪૦૮૮
દાંતીવાડા ૩૪૧૨
દિયોદર ૪૩૪૬
ધાનેરા ૬૧૭૦
પાલનપુર ૫૧૬૫
ભાભર ૧૫૩૪
લાખણી ૩૫૧૫
વડગામ ૪૦૭૮
વાવ ૫૮૭૩
સુઇગામ ૧૬૪૯
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3du7Lrz
No comments:
Post a Comment