અષાઢના આરંભે મેઘવિરામ, તાપમાન 36.1 ડિગ્રી પહોંચ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 22 June 2020

અષાઢના આરંભે મેઘવિરામ, તાપમાન 36.1 ડિગ્રી પહોંચ્યું


ભાવનગર, તા.22 જૂન 2020,સોમવાર

ભાવનગર જિલ્લામાં વરસાદના ધોરી માસ અષાઢના આરંભે સંપૂર્ણ મેઘવિરામ રહ્યો છે. જેના કારણે શહેરનું મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. તાપમાનમાં વધારાની સાથો સાથ વાતાવરણમાં ઉંચા ભેજને કારણે ગરમી અને બફારનું જોર યથાવત રહ્યું છે.

ગત ૧૭મીના રોજ ભાવનગરમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયા બાદના પાંચ દિવસમાં જિલ્લાના એક પણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો નથી. સતત પાંચ દિવસથી રહેલા મેઘવિરામને કારણે ગરમીનો પારો ૩૬.૧ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે ગત રાત્રિના સમયે ઠંડો પવન નીકળતા લઘુતમ તાપમાન ૨૮.૨માંથી ઘટીને ૨૭.૪ ડિગ્રી થયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ ૫૭ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી. પ્રતિકલાકની નોંધાઈ હતી. નોંધનિય છે કે, મેઘરાજાના ખમૈયાને કારણે ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AY5HLi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages