
મુંબઈ,તા.18 જુન, 2020, ગુરુવાર
મહારાષ્ટ્રમાં 'બિગિન અગેઈન'ની ઝુંબેશથી અંતર્ગત મુંબઈમાંથી લોકડાઉન આંશિક રીત પાછું ખેંચાયું છે. ત્યારથી અનેક બજાર અને ક્ષેત્રો ધીમે ધીમે કામ કરતાં થયા છે. ઝવેરી બજાર અને જ્વેલરી ક્ષેત્ર આમાનંછ એક છે.
જ્વેલરી ક્ષત્રનો ઝળહળાટ અગાઉ જેવો નથી પણ વેપારીઓ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. જેથી અગાઉની રોનક પાછી આવે. હાલમાં આ ક્ષેત્ર ક્ષમતાના દસ-પંદર ટકાએ કાર્યરત છે. બજારમાં વેપારીઓ એકાંતરે દકાન ખોલે છે તો કારખાનાઓમાં કારીગરો પણ ગેરહાજર છે.
આ ક્ષેત્રના કારીગરોના એક મોટા વર્ગનું મૂળ વતન પશ્ચિમ બંગાળ છે. હવે લોકડાઉન પૂર્ણપણે ખુલે પછી જ આ કારીગરો મુંબઈ પરત ફરશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eghGT4
No comments:
Post a Comment