
નવી દિલ્હી, તા. 15 મે 2020, શુક્રવાર
અમેરિકામાં માર્ચના મધ્યથી અત્યારસુધીમાં ૩.૬૦ કરોડ કર્મચારીબળે બેરાજગારીના ભથ્થા માટે નોંધણી કરાવી છે. અમેરિકામાં કુલ વર્કફોર્સનો આ આંકડો ૨૫ ટકા જેટલો થવા જાય છે. એટલે કે દર ચારમાંથી એક વર્કફોર્સ (કર્મચારીબળ) બેરોજગાર છે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
જો કે બેરોજગારોની સંખ્યા વધવાની માત્રા ધીમી પડી છે પરંતુ અગાઉના સાત લાખના રેકોર્ડ કરતા તે ઘણો જ ઊંચો છે. ૨૦૦૮ની ગંભીર આથક મંદી બાદ આટલો મોટો સાપ્તાહિક ઘટાડો પહેલી વખત જોવા મળી રહ્યો છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
અમેરિકામાં આર્થિક સુધારો અગાઉની ધારણાં કરતા મંદ રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. એપ્રિલમાં માલિકોએ બે કરોડથી વધુ કર્મચારીઓની છટણી કરી હતી જેને કારણે બેરોજગારીનો દર વધીને ૧૪.૭૦ ટકા પર પહોંચ્યો હતો. છેલ્લા એક દાયકામાં થયેલા નવા રોજગાર નિર્માણનું કોરોનાવાઈરસને કારણે ધોવાણ થઈ ગયું છે.
અમેરિકામાં વિવિધ રાજ્યો જેમ જેમ પ્રતિબંધ હળવા કરતા જશે તેમ રોજગારની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા રખાઈ રહી છે. અનેક રાજ્યોએ છેલ્લા દસ દિવસમાં લોકડાઉન હળવા કરવાની ગતિ વધારી દીધી હોવાનું ધ્યાનમાં રાખતા આવનારા દિવસોમાં બેરોજગારી માટેના દાવા કરતા હાઈરિંગની સંખ્યા ઊચી હશે એવો પણ મત વ્યકત કરાઈ રહ્યો છે.
યોગ્ય સુવિધાના અભાવે લેબર ડીપાર્ટમેન્ટને બેરોજગારીના દાવા નોંધવવામાં પણ મુશકેલી નડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZaHACS
No comments:
Post a Comment