સ્ટીમ્યુલસ પેકેજમાં હજુ સુધી ઉદ્યોગો માટે મોટી રાહતો નહીં આવતાં નિરાશામાં ફંડોની - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 15 May 2020

સ્ટીમ્યુલસ પેકેજમાં હજુ સુધી ઉદ્યોગો માટે મોટી રાહતો નહીં આવતાં નિરાશામાં ફંડોની


- સપ્તાહના અંતે સતત સાવચેતી વચ્ચે છેલ્લી ઘડીમાં શોર્ટ કવરિંગ : બેંકિંગ, ઓટો શેરોમાં ફંડોની વેચવાલીએ સેન્સેક્સ ૨૫ પોઈન્ટ ઘટીને ૩૧૦૯૭

-  મેટલ, ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીનું આકર્ષણ : FPIs/FIIની કેશમાં રૂ.૨૩૮૮ કરોડની વેચવાલી, DIIની કેશમાં રૂ.૧૨૨૫ કરોડની ખરીદી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 15 મે 2020, શુક્રવાર

કોરોના મહામારીથી આવી પડેલા આર્થિક સંકટમાં મોદી સરકાર દ્વારા રૂ.૨૦ લાખ કરોડના સ્ટીમ્યુલસ પેકેજના ભાગરૂપ નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા બે ભાગમાં વિવિધ ક્ષેત્રો ખાસ એમએસએમઈ અને નાના બિઝનેસો તેમ જ કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન જાહેર કર્યા છતાં ઉદ્યોગો માટે હજુ સુધી રાહતો જાહેર નહીં થતાં સાવચેતીમાં ફંડો શેરોમાં તેજીથી સતત દૂર રહ્યા હતા. આ સાથે આ જંગી સ્ટીમ્યુલસ પેકેજથી ભારતની રાજકષીય ખાધ બમણી થવાના નેગેટીવ પરિબળ તેમ જ કેન્દ્રનું ભારતના આત્મનિર્ભર મિશન વાસ્તવમાં સ્વદેશી નીતિ પર ફોક્સનું બની જવાના સંકેતોએ ફોરેન ફંડોએ સાવચેતીમાં શેરોમાં વેચીને હળવા થવાનું પસંદ કર્યું હતું. અલબત નાણા પ્રધાન દ્વારા આ આર્થિક પેકેજનો ત્રીજો ભાગ બજાર બંધ થયા બાદ જાહેર કરીને કૃષિ, માછીમારી, ફુડ પ્રોસેસીંગ, પશુપાલન ક્ષેત્ર માટે જાહેર કરતાં પૂર્વે ઘટાડે પણ સાવચેતીમાં છેલ્લી ઘડીમાં શોર્ટ સેલરોનું શોર્ટ કવરિંગ પણ થતું જોવાયું હતું.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ લોકડાઉનની સ્થિતિ વિશ્વભરમાં હળવી થઈ રહી હોઈ સતત મજબૂત રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, ફાર્મા શેરોમાં નરમાઈ હતી. જ્યારે મેટલ-માઈનીંગ શેરોમાં ચાઈનાના પોઝિટીવ ફેકટરી આંકડા પાછળ સિલેકટીવ ખરીદી અને ઓઈલ-ગેસ શેરોમાં પણ અમુક શેરોમાં લેવાલી રહી હતી. સેન્સેક્સ ૨૫.૧૬ પોઈન્ટ ઘટીને ૩૧૦૯૭.૭૩ અને નિફટી સ્પોટ ૫.૯૦ પોઈન્ટ ઘટીને ૯૧૩૬.૮૫ બંધ રહ્યા હતા.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સતત નરમાઈએ બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૩૬.૯૧ પોઈન્ટ ઘટીને ૨૧૫૭૬.૦૭ રહ્યો હતો.  ફેડરલ બેંક રૂ.૧.૬૦ ઘટીને રૂ.૪૩.૮૦, એક્સીસ બેંક રૂ.૧૩.૨૫ ઘટીને રૂ.૩૮૮.૬૫, આરબીએલ બેંક રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૨૦.૯૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯.૬૦ ઘટીને રૂ.૪૧૮.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૮૦ ઘટીને રૂ.૩૨૨.૬૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૫૫ ઘટીને રૂ.૧૬૬.૪૦ રહ્યા હતા. ઈક્વિટાસ રૂ.૨.૧૫ ઘટીને રૂ.૪૯.૭૦, રેપકો હોમ રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૧૧, બેંક ઓફ બરોડા રૂ.૧.૬૦ ઘટીને રૂ.૪૧.૫૫, બંધન બેંક રૂ.૮.૫૦ ઘટીને રૂ.૨૪૩.૬૫, કેનફિન હોમ ફાઈનાન્સ રૂ.૧૦ ઘટીને રૂ.૨૯૪.૨૫, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૭.૨૦ ઘટીને રૂ.૨૫૩.૮૫, ઉજ્જિવન રૂ.૪.૨૫ ઘટીને રૂ.૧૬૭.૫૦ રહ્યા હતા. 

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અશોક લેલેન્ડ સહિતે ફરી આંશિક ઉત્પાદન શરૂ કરી દેતાં ઉદ્યોગમાં લોકડાઉન બાદ ઝડપી રિકવરીની અપેક્ષાએ ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. અલબત સપ્તાહના અંતે ફ્રન્ટલાઈન શેરોમાં સતત નરમાઈ રહી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૩૨.૭૩ પોઈન્ટ ઘટીને ૧૩,૦૨૪.૫૧ બંધ રહ્યો હતો.મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૮.૮૦ ઘટીને રૂ.૩૮૧.૪૫, અશોક લેલેન્ડ રૂ.૨.૧૦ ઘટીને રૂ.૪૭.૧૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૩૩૮.૨૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨.૦૫ ઘટીને રૂ.૯૪૩.૨૦, હીરો મોટોકોર્પ રૂ.૪૬.૨૫ ઘટીને રૂ.૨૧૯૫, ટીવીએસ મોટર રૂ.૬.૩૦ ઘટીને રૂ.૩૩૬.૨૫, બજાજ ઓટો રૂ.૩૭.૯૫ ઘટીને રૂ.૨૬૬૧.૪૫ રહ્યા હતા. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આજે સાધારણ શોર્ટ કવરિંગે રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૪૫૮.૯૦ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે સાંજે નાયમેક્ષ ક્રુડ ૩૬ સેન્ટ વધીને ૨૭.૯૨ ડોલર, ્બ્રેન્ટ ક્રુડ ૪૨ સેન્ટ વધીને ૩૧.૫૫ ડોલર નજીક રહ્યા હતા. અન્ય ઓઈલ-ગેસ શેરોમાં બીપીસીએલ રૂ.૮.૩૦ વધીને રૂ.૩૧૮, જીએસપીએલ રૂ.૧ વધીને રૂ.૧૮૪ રહ્યા હતા. મેટલ-માઈનીંગ શેરોમાં પણ ચાઈનાના આંકડા પાછળ પસંદગીની લેવાલી થઈ હતી. 

વેદાન્તા પ્રમોટર્સ દ્વારા  ડિલિસ્ટિંગ કરવાના નિર્ણયે રૂ.૩.૮૫ વધીને રૂ.૯૨.૯૦, સેઈલ રૂ.૧.૨૦ વધીને રૂ.૨૯.૩૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૮૦ વધીને રૂ.૧૯૨.૫૫, એનએમડીસી રૂ.૧.૪૦ વધીને રૂ.૭૨.૭૦, ટાટા સ્ટીલ રૂ.૪.૮૫ વધીને રૂ.૨૭૩.૪૫ રહ્યા હતા. 

સપ્તાહના અંતિમ દિવસે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૪૯૩  સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૮ અને વધનારની સંખ્યા ૧૦૮૭ રહી હતી. અલબત ૨૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજી સર્કિટ રહી હતી. જ્યારે ૨૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. એફઆઈઆઈ-એફપીઆઈઝ રોકાણકારોની આજે-શુક્રવારે કેશમાં રૂ.૨૩૮૮.૦૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી  થઈ હતી. જેમાં કુલ રૂ.૩૯૦૫.૬૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૨૯૩.૭૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૨૨૫.૫૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૫૦૧.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨૭૬.૦૪ કરોડની વેચવાલી થઈ હતી. 

સરકાર પાસે સ્ટીમ્યુલસ માટે માત્ર રૂ.૨૦,૦૦૦ કરોડ 

નાણાકીય-રાજકોષીય સ્ટીમ્યુલસ માટે સરકાર પાસે મર્યાદિત અવકાશ છે, કેમ કે સરકારનું સુધારિત બજાર ઋણ-માર્કેટ બોરોઈંગ રૂ.૧૨ લાખ કરોડ મોટાભાગે આવકની અછતને પહોંચી વળવામાં જ ઉપયોગ થશે એવું ઈન્ડિયા રેટીંગ્સ એન્ડ રિસર્ચનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે સરકારે કુલ માર્કેટ ઋણ-બોરોઈંગનો અંદાજ રૂ.૭.૮ લાખ કરોડનો મૂક્યો હતો, પરંતુ ગત સપ્તાહમાં વધારાનું રૂ.૪.૨ લાખ કરોડનું ઋણ લેવાનું જાહેર કર્યું હતું. આ સાથે ખાસ આવકની અછતને પૂરી કરવા જ કુલ રૂ.૧૨ લાખ કરોડ વપરાઈ જશે. ઈન્ડિયા રેટીંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ દેવેન્દ્ર કુમાર પંતનું કહેવું છે કે, વધારા સાથેનું કુલ રૂ.૧૨ લાખ કરોડનું બોરોઈંગ આવકની ખોટ પૂરી કરવામાં જ પૂરૂ થઈ જશે. નાણાકીય સ્ટીમ્યુલસ માટે મર્યાદિત અવકાશ રહેશે. જો કેન્દ્ર તેનો અંદાજપત્રીય મૂડી ખર્ચમાં મોટો કાપ મૂકે અને ખર્ચની પ્રાથમિકતામાં બદલાવ કરે તો જ આ નાણાકીય સ્ટીમ્યુલસ માટે જોગવાઈ શકય બનશે.

જેથી સરકાર માટે આવકની અછત પેટે માટે મર્યાદિત નાણાકીય અવકાશ છે. કુલ બોરોઈંગના ૯૫.૧ ટકા આ આવકની અછત પૂરી કરવામાં ઉપયોગ થઈ જાય તો સરકાર માટે રૂ.૨૦,૦૦૦ કરોડનું જ નાણાકીય સ્ટીમ્યુલસ બચશે. એવું ઈન્ડિયા રેટીંગ્સ એન્ડ રિસર્ચનું કહેવું છે. પંતની અપેક્ષા છે કે, સરકારના કુલ અને નેટ ટેક્ષ આવકનો અંદાજપત્રીય અંદાજ અનુક્રમે રૂ.૪.૩૨ લાખ કરોડ અને રૂ.૨.૫૨ લાખ કરોડમાં પણ ખટ પડશે. 

લોકડાઉનના કારણે ઓછી આર્થિક પ્રવૃતિઓના કારણે અને બિન-વેરા આવક પર અસર થશે અને ડિવિડન્ડ અને નફા તેમ જ અન્ય બિન વેરાકીય આવક નાણાકીય વર્ષ ૨૦૨૧ના બજેટ અંદાજથી રૂ.૧.૪૮ લાખ કરોડ જેટલી ઓછી થશે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cxjWV0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages