
નવી દિલ્હી,તા.23 મે 2020 શનિવાર
૨૫ મેથી ડોમેસ્ટિક ફલાઇટ શરૂ કરવાની જાહેરાત કર્યના ત્રણ દિવસ પછી નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે ભારત ઓગસ્ટ પહેલા આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ કરવાના પ્રયત્નો કરશે.
સોમવારથી ડોમેસ્ટિક ફલાઇટ શરૂકરવા સામે કેટલાક રાજ્યોના વિરોધ અંગે પુરીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં આવા નિર્ણયોનો વિરોધ થાય તે સ્વભાવિક છે.
ફેસબુક લાઇવ સેશનને સંબોધતા પુરીએ સ્પષ્ટતા કરી હતી કે એર યાત્રીઓ માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત નથી અને તેના બદલે તેઓ સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરી શકશે.
મને સંપૂર્ણ આશા છે કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર પહેલા અમે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ કરવાના પ્રયત્નો કરીશું. આપણે તેનાથી વધારે મહત્ત્વાકાંક્ષી ધ્યેય રાખવો જોઇએ. જૂનની મધ્યમાં અથવા જૂનના અંતમાં અથવા જુલાઇમાં કેમ શરૂ ન કરી શકાય?
ઉલ્લેખનીય છે કે તમામ શિડયુલ્ડ કોમર્શિયલ પેસેન્જર ફલાઇટ ૨૫ માર્ચથી બંધ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાત મેથી ૨૧ ંમે દરમિયાન વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફસાયેલા ૨૩,૦૦૦ ભારતીયોને સલામત રીતે દેશ પરત લાવવામાં આવ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36pJsJD
No comments:
Post a Comment